સત્તા બદલીને પોતાના ચાપલૂસોને બેસાડવા માંગે છે, કેટલાક નેતાઓ તેમની મદદ પણ કરે છે
RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ભારતમાં પણ ફ્રાન્સ અને બાંગ્લાદેશ જેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. દુનિયામાં એવી તાકાતો છે, જે ભારતને દબાવવા માંગે છે. તેમનો હેતુ સત્તા પરિવર્તન કરીને પરિસ્થિતિ સુધારવાનો નહીં, પરંતુ પોતાના ચાપલૂસોને સત્તા પર બેસાડવાનો છે. ભાગવત મંગળવારે નાગપુરમાં સંઘ મુખ્યાલયમાં આયોજિત વિજયાદશમી ઉત્સવમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે કેટલાક લોકો ભારત અને હિન્દુ સમાજને તોડવા માંગે છે અને તેમને આવા નેતાઓનું પણ સમર્થન મળે છે. ભાગવતે કહ્યું કે આપણે વિભાજિત થઈને નબળા પડ્યા છીએ, હવે આઝાદીના સમય કરતાં વધુ તપ કરવાની જરૂર કરવાની જરૂર છે. અનેકતાનું સન્માન કરો. સમયની સાથે બદલાવું જરૂરી છે. ભાગવતે કહ્યું કે નેપાળમાં જે થયું, તે શા માટે થયું. હિમાલય જ્યાંથી પસાર થાય છે ત્યાં વિકાસના પ્રયાસોને કારણે પ્રકૃતિમાં અસ્થિરતા ઊભી થઈ, ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવામાં આવ્યું, પરંતુ આટલી મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા. જે વિકાસ સૌને સાથે લઈને ચાલે, એવો વિકાસ જોઈએ. એવો વિકાસ ન જોઈએ કે 1 કે વિકાસ કરનાર જ ન રહે. આ બધું શીખતાં, જ્ઞાન અને ટેક્નોલોજીનો વિકાસ વધવો જોઈએ, પરંતુ અર્થતંત્રની સાથે પર્યાવરણ અને નૈતિકતા સાથે પણ આગળ વધવું પડશે. AI જેવી બીજી પણ ટેક્નોલોજીઓ આવશે, પરંતુ તેનો ઉપયોગ કરતાં આવડવું જોઈએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત નાગપુર સ્થિત સંઘ મુખ્યાલયમાં વિજયાદશમી ઉત્સવને સંબોધન કર્યુ. આ પહેલાં તેમણે શસ્ત્ર પૂજન કર્યું. RSS દર વર્ષે વિજયાદશમી પર પોતાનો સ્થાપના દિવસ ઉજવે છે. ૧૯૨૫માં આ જ દિવસે સંઘની સ્થાપના થઈ હતી. દુનિયામાં એવી તાકાતો છે, જે ભારતને દબાવવા માંગે છે. તેમના પ્રભાવમાં આવીને આપણે ઉશ્કેરાવું જોઈએ નહીં, પરંતુ એકતા જાળવી રાખવા માટે સતત પ્રયાસો કરવા પડશે. ભાગવતે કહ્યું- લોર્ડ કર્ઝને હિન્દુ-મુસ્લિમ આધાર પર બંગાળનું વિભાજન કર્યું હતું, જેને ચાર વર્ષ બાદ પાછું લેવું પડયું. પરંતુ ૧૯૪૭માં દેશનું વિભાજન રોકી શકાયું નહીં, કારણ કે લોકોના મનમાં એવો વિચાર આવી ગયો હતો કે જે અલગ દેખાય છે, તેઓ અલગ જ છે. તુષ્ટિકરણથી પણ સમાજને વિભાજિત કરતી માનસિકતાને પ્રોત્સાહન મળ્યું.
સમસ્યાઓના કારણે આંદોલનો થાય છે, પરંતુ તેમનો હેતુ સમાધાન હોવું જોઈએ, સમાજમાં દ્વેષ અને વિભાજન પેદા કરવાનો નહીં. ઘણી વાર આંદોલનોનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કરવામાં આવે છે અને તેઓ રાજકારણનું સાધન બની જાય છે. સમાજ અને દેશને માત્ર નેતાઓ જ ચલાવતા નથી, પરંતુ સમાજની સક્રિયતાથી પણ સમસ્યાઓનું સમાધાન થાય છે. નેપાળનું ઉદાહરણ આપતાં કહ્યું કે વિકાસ માટે ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવું જરૂરી છે, પરંતુ તેનાથી પ્રકૃતિને નુકસાન ન થવું જોઈએ. વિકાસ એવો હોવો જોઈએ, જેમાં અર્થતંત્ર સાથે પર્યાવરણ અને નૈતિકતાનું પણ ધ્યાન રાખવામાં આવે. આજે લોકોને દરેક પ્રકારની માહિતી મળી રહી છે, પરંતુ સાચું-ખોટું સમજ્યા વિના તેનો ઉપયોગ કરવાથી નુકસાન થઈ શકે છે. ટેક્નોલોજી માત્ર એક સાધન છે, તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવી રહ્યો છે તે મહત્વનું છે. ખાસ કરીને OTT પ્લેટફોર્મ પર નિયમો હોવા જોઈએ અને સરકાર-વહીવટીતંત્રે તેના પર ધ્યાન આપવું જોઈએ. આ ઉપરાંત અઈંનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે.




