ઈન્ડિયાએ ક્રિકેટમાં સતત બીજીવાર ગોલ્ડ મેળવ્યો; અભિષેક શર્મા અને તિલક વર્માની ફિફ્ટી
ભારતે ફાઇનલ મેચમાં પાકિસ્તાનને 19 રનથી હરાવીને સતત બીજી વાર એશિયન ગેમ્સમાં મેન્સ ક્રિકેટનો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 192 રન જ બનાવી શકી. પાકિસ્તાન માટે હસન નવાઝે સૌથી વધુ 96 રન બનાવ્યા. સૈમ અયુબે 29 રનની ઇનિંગ્સ રમી. ભારત તરફથી અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરે 2-2 વિકેટ લીધી.
- Advertisement -
ભારતે T20 ઇન્ટરનેશનલમાં પાકિસ્તાન સામે પોતાનો સૌથી મોટો સ્કોર બનાવ્યો. અગાઉનો રેકોર્ડ 192/5નો હતો, જે ભારતે 2012માં અમદાવાદમાં બનાવ્યો હતો. ભારત તરફથી ઓપનર અભિષેક શર્માએ 28 બોલ પર 7 સિક્સરની મદદથી 61 રન બનાવ્યા. તિલક વર્માએ 22 બોલ પર 4 સિક્સરની મદદથી નોટઆઉટ 51 રન બનાવ્યા. ભારતે એશિયન ગેમ્સના મેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો ગોલ્ડ જીતી લીધો છે. તેણે ફાઇનલ મેચમાં પાકિસ્તાનને 19 રનથી હરાવ્યું. પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં 33 રનની જરૂર હતી, પરંતુ શિવમ દુબેએ 13 રન જ આપ્યા. તેણે એક વિકેટ પણ લીધી.




