‘ફ્રી પેલેસ્ટાઇન’ની પત્રિકાઓ અને મનમાં ઝેર, કટ્ટરપંથી કો-પાઇલટ અલ હમામીના ખતરનાક આતંકી કાવતરાનો ખુલાસો!
દુબઈથી તેલ અવિવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનાર કો-પાઇલટની ઓળખ હમામ અલ-હમામી તરીકે થઈ છે. તે ઓમાનનો રહેવાસી છે. સાઉદી અરેબિયાની ન્યૂઝ એજન્સી અલ અરેબિયા ઇંગ્લિશના અહેવાલ મુજબ, તે લાંબા સમય સુધી સીરિયામાં રહ્યો હતો, જ્યાં તેના કટ્ટરપંથી વિચારોના પ્રભાવિત હોવાની વાત સામે આવી છે. ઈઝરાઈલના ચેનલ ૧૨ના અહેવાલ મુજબ, તપાસકર્તાઓને તેના પર અલ-કાયદાની વિચારધારાથી પ્રભાવિત હોવાના પુરાવા મળ્યા છે. આઇ૨૪ ન્યૂઝે સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે પૂછપરછ દરમિયાન અલ-હમામીએ જણાવ્યું હતું કે તે વિમાનને ઇઝરાઇલમાં ક્રેશ કરાવવા માંગતો હતો. હુમલા પહેલાં પણ તેના વલણને લઈને સવાલો ઊભા થયા હતા. સીએનએનના અહેવાલ મુજબ, ૨૦૨૪માં તેને ઓમાનની રાષ્ટ્રીય એરલાઇનમાં પાઇલટ તાલીમમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને એરલાઇનમાં બીજી જવાબદારી સોંપવામાં આવી હતી. આશરે ૮ મહિના પહેલાં તે ફ્લાયદુબઈ સાથે જોડાયો હતો. 30 સપ્ટેમ્બરે તેણે ફ્લાઇટના કોકપિટમાં કેપ્ટન મચ્છર પર છરીથી હુમલો કર્યો હતો.
હુમલા બાદ વિમાન ઝડપથી નીચે જવા લાગ્યું. ગંભીર રીતે ઘાયલ કેપ્ટન મચ્છરે હુમલાખોરનો સામનો કરતાં કોકપિટનો દરવાજો ખોલી દીધો. ત્યારબાદ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે અંદર પહોંચીને કો-પાઇલટને કાબૂમાં લીધો. વિમાનનું સાઉદી અરેબિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. અલ અરેબિયા ઇંગ્લિશ અનુસાર, અલ હમામીએ ઓમાનની બહાર ઘણો સમય વિતાવ્યો હતો અને સીરિયામાં પણ લાંબા સમય સુધી રહ્યો હતો. સૂત્રોનો દાવો છે કે ત્યાં જ તે કટ્ટરપંથી વિચારોના પ્રભાવમાં આવ્યો હતો. ચેનલ ૧૨ના અહેવાલ મુજબ, તપાસમાં તેના કેટલાક ધાર્મિક લોકો સાથે મુલાકાતોની માહિતી પણ સામે આવી છે. એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તે કઈ રીતે કટ્ટરપંથી વિચારોના પ્રભાવ હેઠળ આવ્યો. i24 ન્યૂઝે તપાસ સાથે સંકળાયેલા સૂત્રોને ટાંકીને દાવો કર્યો કે અલ હમામીએ પૂછપરછ દરમિયાન વિમાનને ઇઝરાઇલમાં ક્રેશ કરવાની વાત કહી હતી. તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું કેપ્ટન પરનો હુમલો વિમાન પર કબજો કરી તેને જાણીજોઈને તોડી પાડવાના પ્રયાસનો ભાગ હતો.
- Advertisement -
ઓમાન એરએ 2024માં તેને ફલાઇટમાંથી ઉતારી દીધો હતો
ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, એક સૂત્રએ દાવો કર્યો કે ઓમાન એરે ૨૦૨૪માં અલ હમામીને ફ્લાઈટમાંથી ઉતારી દીધો હતો. તેની કટ્ટરપંથી ઇસ્લામિક વેબસાઇટ્સ જોવાની માહિતી સામે આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું. સીએનએનના અહેવાલ મુજબ, કથિત કટ્ટરપંથી વિચારોને કારણે તેને પાઇલટ તાલીમમાંથી દૂર કરવામાં આવ્યો હતો. જોકે, બાદમાં તેને એરલાઇનમાં બીજી ભૂમિકા આપવામાં આવી હતી. તે અગાઉ રોયલ એર મેરોક સાથે પણ કામ કરી ચૂક્યો હતો.




