ભારત સરકાર સમક્ષ META શા માટે ઝૂકી ગઇ ? માર્ક ઝકરબર્ગે PM મોદીની માફી કેમ માગી ?
જો સૅફ હાર્બર કાનૂન હટી જાય તો મેટાનાં તમામ પ્લેટફોર્મ પર પોસ્ટ થયેલાં બધાં જ કન્ટેન્ટની જવાબદારી કંપની પર આવે
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વિડીયો ફેસબૂક પરથી હટાવવાની અવળચંડાઈ કરી ચૂકેલા મેટા અને તેના સીઈઓ માર્ક ઝકરબર્ગને અંતે માફી માગવી પડી છે. શરૂઆતમાં તો મેટા અને ઝકરબર્ગ માફી માગવાના મૂડમાં ન હતા
પરંતુ સરકારે તેઓને સેફ હાર્બર સુરક્ષા પરત ખેંચી લેવાની ચેતવણી આપી અને પછી તેઓને નાછૂટકે માફી માગવી પડી છે. દરમિયાન ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકાના કાયદા ભારતમાં નહીં ચાલે.
આ સમગ્ર વિવાદની મધ્યમાં રહેલો સૌથી મહત્વનો શબ્દ સેફ હાર્બર છે. સેફ હાર્બર એ ઓનલાઈન સોશિયલ મીડિયા માધ્યમોને મળતી એકકાયદાકીય છત્રછાયાછે. ભારતમાં માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ, ૨૦૦૦ની (ઈંઝ
અભ્યĩકલમ ૭૯ હેઠળ ગુગલ, યુટ્યુબ, ફેસબુક, એક્સ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, સ્નેપચેટ, એમેઝોન, ફિફ્લપકાર્ટ, મીશો, ઈ-બે, બ્લિન્કિટ અને ઝેપ્ટો વગેરે જેવી સોશિયલ મીડિયા અને ઈ-કોમર્સ કંપનીઓને આ સુરક્ષા આપવામાં
આવે છે. આ જોગવાઈનો અર્થ એ થાય કે આ કંપનીઓ માત્ર એક નઇન્ટરમીડિયેટરીથ એટલે કે મધ્યસ્થી તરીકે કામ કરે છે. તેમને ત્યાં ત્રીજી વ્યક્તિ દ્વારા (યુઝર) મૂકાયેલી કોઈ સામગ્રી વાંધાજનક હોય કે કાયદાથી વિપરીત
હોય તો તેના માટે પ્લેટફોર્મ સીધી રીતે જવાબદાર ગણાતું નથી. અર્થાત્, કોઈ યુઝરે ફેસબુક, ઈન્સ્ટાગ્રા, એક્સ, યુટ્યુબ કે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ વાંધાજનક સામગ્રી અપલોડ કરી, ગેરકાયદેસર કે ભડકાઉ
પોસ્ટ મૂકી તો ગુનો માત્ર જે-તે પોસ્ટકર્તાને લાગુ પડે છે. પ્લેટફોર્મ કાયદાકીય રીતે જવાબદાર ગણાતું નથી. પ્રથમ દૃષ્ટિએ તમામ રીતે જવાબદાર માત્ર પોસ્ટ મૂકનાર યુઝર ગણાય છે.
જોકે એ પણ યાદ રાખવું જોઈએ કે આ સંરક્ષણ અમર્યાદિત નથી, તેને મેળવવા માટે પ્લેટફોર્મે કાયદાની કડક શરતોનું સતત પાલન કરવું અનિવાર્ય હોય છે. આ શરતો હેઠળ કંપનીઓ પોતે કન્ટેન્ટનું નિર્માણ કે તેમાં
કોઈસુધારો-વધારો કરી શકતી નથી. સૌથી મહત્વની શરત એ છે કે જ્યારે પણ સરકાર, લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ કે કોઈ કોર્ટ તરફથી કોઈ ગેરકાયદેસર કન્ટેન્ટ હટાવવાનો આદેશ મળે ત્યારે પ્લેટફોર્મે નિર્ધારિત સમયમર્યાદામાં
તે કન્ટેન્ટ દૂર કરવું પડે છે. જો પ્લેટફોર્મ આ શરતોનું પાલન કરવામાં નિષ્ફળ જાય કે આદેશોની અવગણના કરે તો તેનું સેફ હાર્બર રક્ષણ રદ થઈ શકે છે.
- Advertisement -
જો કોઈ ટેક કંપનીનું સેફ હાર્બર સંરક્ષણ પરત લઈ લેવામાં આવે તો કંપનીને મુશ્કેલી પડી શકે છે. કારણ કે સેફ હાર્બર વિના પ્લેટફોર્મ પર પોસ્ટ થતી દરેક ગેરકાયદેસર, અપમાનજનક કે ગુનાહિત સામગ્રી માટે કંપની પણ
નસહ-આરોપીથ બની જાય છે. એનો અર્થ એ થયો કે યુઝર દ્વારા મુકાયેલી કોઈ વાંધાજનક કન્ટેન્ટ માટે સીધી ફેસબુક કે ગૂગલના ભારતીય અને આંતરરાષ્ટ્રીય અધિકારીઓ સામે ફરિયાદ દાખલ થઈ શકે છે, ગુનાહિત તપાસ
ચાલી શકે છે અને તેમને કોર્ટના કેસનો સામનો કરવો પડી શકે છે.
સરકાર મેટાની ગ્લોબલ ટીમની પૂછપરછ કરશે
હૈદરાબાદ સાયબર ક્રાઈમ પોલીસે મેટા ઈન્ડિયાના વડા અણ શ્રીનિવાસ સહિત અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ હેન્ડલર્સ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. પોલીસે ભાજપના કાર્યકરોની ફરિયાદ પર બે અલગ-અલગ કેસ નોંધ્યા છે.
શ્રીનિવાસને બંને કેસમાં સહ-આરોપી બનાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી વીડિયો શેર કરનારાઓને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસ એઆઈ મોર્ડ્ઝ વીડિયો બનાવનારા, સૌપ્રથમ અપલોડ
કરનારા અને વાયરલ કરનારાઓની તપાસ કરી રહી છે. આ સાથે, ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર નકલી કન્ટેન્ટ રોકવા માટે મેટાની સિસ્ટમ અને સુરક્ષા ઉપાયોની પણ તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર મેટાની ટીમને
એલ્ગોરિધમમાં પક્ષપાત, એલ્ગોરિધમની કાર્યપ્રણાલી અને જાહેર વ્યવસ્થામાં કંપનીની ભૂમિકા અંગે પ્રશ્નો પૂછવામાં આવશે. મેટાની ગ્લોબલ ટીમ આવતા અઠવાડિયે દિલ્હી આવશે.




