હરિદ્વારમાં ગંગા ભયજનક સપાટીએ પહોંચી : છત્તીસગઢમાં નિર્માણાધીન પુલ ધસી પડ્યો
જુલાઈ મહિનો પૂરો થતાં જ દેશભરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ, મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેડ એલર્ટનો અર્થ છે ૨૪ કલાકમાં ૮ ઈંચથી વધુ વરસાદ. જ્યારે પંજાબ, અરુણાચલ, કેરળ, કોંકણ-ગોવા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટકમાં ઓરેન્જ એલર્ટ છે. આ તરફ, ગુજરાતમાં આજે તમામ શાળા-કોલેજો બંધ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ૧૨ ઇંચ સુધી વરસાદ થવાની સંભાવના છે. હિમાચલમાં હજુ પણ ૧૩૦ રસ્તાઓ બંધ છે. આસામમાં પૂરથી મૃત્યુઆંક વધીને ૮૦ થયો છે. રાજ્યમાં પૂર પીડિતોની સંખ્યા ઘટીને ૨ લાખ થઈ ગઈ છે. પહાડી-મેદાની વિસ્તારોમાં સતત થઈ રહેલા વરસાદને કારણે હરિદ્વારમાં ગંગા નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે.




