ઘઙઉ દર્દીઓ પર વધારાનો આર્થિક બોજ, બે બીડરો વચ્ચે સંભવિત માલિકી સંબંધની શંકા અને કરારની મુદત પૂર્ણ થયા બાદ પણ સેવાઓ ચાલુ હોવાનો આક્ષેપ
છઝઈં કાર્યકર સંજય લાખાણી અને કૃષ્ણદત્ત રાવલે આરોગ્ય વિભાગ સમક્ષ ફરિયાદ નોંધાવી
- Advertisement -
30 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ઉચ્ચ સ્તરે રજૂઆતની ચીમકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય (પી.ડી.યુ.) સિવિલ હોસ્પિટલમાં પેથોલોજી લેબ સેવાઓ માટે કરવામાં આવેલી તાજેતરની ટેન્ડર ફાળવણી સામે ગંભીર પ્રશ્ર્નો ઊભા થયા છે. શહેરના છઝઈં કાર્યકરો સંજય લાખાણી અને કૃષ્ણદત્ત રાવલે આરોગ્ય વિભાગ સમક્ષ ઔપચારિક ફરિયાદ નોંધાવી ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતાઓ થઈ હોવાના આક્ષેપો કર્યા છે. તેમણે આ મામલે સ્વતંત્ર તપાસ, ટેન્ડરની સમીક્ષા અને નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની માંગણી કરી છે.
આ ફરિયાદ રાજ્યના અધિક નિયામક (આરોગ્ય સેવાઓ) ડો. જયેશ સચદેને સંબોધીને કરવામાં આવી છે. તેની નકલ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનસેરિયા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ, કમિશનર, પી.ડી.યુ. હોસ્પિટલના મેડિકલ સુપ્રરિન્ટેન્ડન્ટ તથા રાજકોટ જિલ્લા કલેક્ટરને પણ મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ મેળવવામાં આવેલા દસ્તાવેજો અને ચારેય બીડરોના દરપત્રકોની તુલનાત્મક ચકાસણી દરમિયાન કેટલીક ગંભીર બાબતો સામે આવી છે. તેમના દાવા મુજબ ટેન્ડરમાં ઊંચા દરવાળી ઓફર મંજૂર થવાથી હોસ્પિટલની ઘઙઉ દર-યાદી પર સીધી અસર થઈ છે, જેના કારણે ગરીબ અને આર્થિક રીતે નબળા દર્દીઓને લેબ ટેસ્ટ માટે વધુ રકમ ચૂકવવી પડે છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરીક્ષણનો ખર્ચ સરકાર ભોગવે છે, પરંતુ ઘઙઉમાં સારવાર લેવા આવતા હજારો દર્દીઓને લેબ ટેસ્ટ માટે પોતે ચૂકવણી કરવી પડે છે. આવી સ્થિતિમાં ઊંચા દરના ટેન્ડરનો સીધો બોજ ગરીબ દર્દીઓના ખિસ્સા પર પડે છે. ટેન્ડરમાં ભાગ લેનાર બે લેબોરેટરીઓ વચ્ચે માલિકી અને નિયંત્રણ સંબંધ હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. છઝઈં કાર્યકરોનો દાવો છે કે ડેલ્ટા ડાયગ્નોસ્ટિક લેબોરેટરી અને ડો. ભટ્ટ પેથોલોજી લેબોરેટરી વચ્ચે વ્યવસાયિક જોડાણ હોવાના સંકેતો પ્રાપ્ત માહિતીમાં જોવા મળે છે. જો બંને સંસ્થાઓ વાસ્તવમાં એક જ માલિકી જૂથ સાથે સંકળાયેલી હોય તો ટેન્ડર પ્રક્રિયામાં સ્વતંત્ર સ્પર્ધાનો અભાવ ગણાય અને તે સ્પર્ધા કાયદા હેઠળ બીડ-રિગિંગની શ્રેણીમાં આવી શકે છે. આ સંજોગોમાં કાગળ પર ચાર બીડરો હોવા છતાં વાસ્તવિક સ્પર્ધા મર્યાદિત રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં વધુ એક મહત્વનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે મૂળ વર્ક ઓર્ડર એક વર્ષ માટેનો હતો અને તેની મુદત પૂર્ણ થઈ ચૂકી હોવા છતાં સંબંધિત લેબ પાસેથી સેવાઓ ચાલુ રાખવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. છઝઈં કાર્યકરોના મતે જો આ હકીકત સાચી હોય તો તે જાહેર પ્રાપ્તિ અને નાણાકીય નિયમોના ઉલ્લંઘન સમાન છે.
છઝઈં કાર્યકરોએ જણાવ્યું છે કે જો આગામી 30 દિવસમાં સંતોષકારક કાર્યવાહી નહીં થાય તો તેઓ આ મુદ્દો ગુજરાત વિજિલન્સ કમિશન, લોકાયુક્ત, એન્ટી કરપ્શન બ્યુરો (અઈઇ), સ્પર્ધા પંચ (ઈઈઈં) તથા જરૂરી બન્યે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી (ઙઈંક) મારફતે રજૂ કરશે. તેમણે શહેરના જાગૃત નાગરિકો, દર્દી કલ્યાણ સંસ્થાઓ અને હોસ્પિટલના દર્દીઓને પણ આ મુદ્દે સહયોગ આપવા અપીલ કરી છે.
- Advertisement -
લડાઈ સિસ્ટમ સામે, કોઈ વ્યક્તિ સામે નહીં : સંજય લાખાણી
છઝઈં કાર્યકર સંજય લાખાણીએ જણાવ્યું હતું કે તેમની લડાઈ કોઈ વ્યક્તિ કે કોઈ ચોક્કસ લેબોરેટરી સામે નથી, પરંતુ એવી વ્યવસ્થા સામે છે જેનો ભાર ગરીબ દર્દીઓ પર પડે છે. તેમણે જણાવ્યું કે જાહેર હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને વાજબી દરે સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. આ ઉપરાંત કૃષ્ણદત્ત રાવલે જણાવ્યું હતું કે જાહેર પ્રાપ્તિમાં પારદર્શિતા અને વાસ્તવિક સ્પર્ધા જ દર્દીઓના હિતનું રક્ષણ કરી શકે છે. જો ટેન્ડરમાં ભાગ લેનાર સંસ્થાઓ વચ્ચે માલિકી સંબંધ સાબિત થાય તો તેની સ્વતંત્ર તપાસ થવી જરૂરી છે.
રાજ્ય સરકાર સમક્ષ મુખ્ય માગણીઓ
ટેન્ડર ફાળવણીની સ્વતંત્ર સમિતિ દ્વારા તપાસ
સંબંધિત લેબોરેટરીઓના માલિકી અને નિયંત્રણ સંબંધોની સત્તાવાર ચકાસણી
મૂળ કરાર અને મુદતવધારાના દસ્તાવેજો જાહેર કરવા
નવી ખુલ્લી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવી
પી.ડી.યુ. હોસ્પિટલની ઘઙઉ ટેસ્ટ દર-યાદી સુધારી દર્દીઓને રાહત આપવાની માંગ



