કર્મચારીએ ઇસ્લામ અપનાવવા, મુસ્લિમ સાથે સંબંધ બાંધવા કહ્યું, ફરિયાદ કરી તો રાજીનામું લીધું: પીડિતાનો આક્ષેપ
10 મહિના સુધી ઉત્પીડન સહન કરવાનો આરોપ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
પુણેની એક મહિલાએ વિપ્રો ટેક્નોલોજીસ કંપની પર ધાર્મિક ઉત્પીડન, કાર્યસ્થળ પર ભેદભાવ અને જબરદસ્તી રાજીનામું અપાવવાના આરોપો લગાવ્યા છે. મહિલા પહેલા આ કંપનીમાં કામ કરતી હતી.
આ આરોપો પુણેમાં હિંદુ જનજાગૃતિ સમિતિ દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન પૂર્વ કર્મચારીએ તે ઘટના વિશે જણાવ્યું, જે તેની સાથે તે સમયે બની હતી જ્યારે તે હિંજવાડી ઓફિસમાં કામ કરતી હતી.
આ પછી પુણેના હિંજવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પૂર્વ કર્મચારીના વકીલે જણાવ્યું કે કંપનીને કાનૂની નોટિસ પણ મોકલવામાં આવી છે. તેમણે 50 લાખ રૂપિયા વળતરની માગ કરી છે.
પીડિત મહિલાએ કહ્યું, ઓગસ્ટ 2025માં કંપનીની એક ટીમ મીટિંગમાં બોલાવવામાં આવી હતી. આ દરમિયાન મારા પર રાજીનામું આપવાનું દબાણ કરવામાં આવ્યું. મને મારો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી નહીં અને રાજીનામું લઈ લેવામાં આવ્યું.
પીડિત મહિલાએ આરોપ લગાવ્યો કે તેની એક મહિલા સહકર્મી ઘણીવાર તેના પર ઇસ્લામ અપનાવવા અને એક મુસ્લિમ પુરુષ સાથે સંબંધ બાંધવા દબાણ કરતી હતી.
તેનું કહેવું છે કે સહકર્મી વારંવાર તેની અંગત જિંદગીમાં દખલ દેતી હતી અને તેને હિંદુ ધર્મ છોડવા માટે કહેતી હતી. મહિલા અનુસાર સહકર્મી કહેતી હતી કે આવું કરવાથી તેની જિંદગી સારી થઈ જશે અને તેને વિદેશ જવાની તકો મળશે.
મહિલાએ આરોપ લગાવ્યો કે કેસની જાણકારી કંપનીના વરિષ્ઠ અધિકારીઓને પણ આપવામાં આવી હતી, પરંતુ તેની ફરિયાદ પર કોઈ કાર્યવાહી થઈ નહીં. તેના બદલે કંપનીની ઓમ્બડ્સ કમિટીમાં તેની વિરુદ્ધ જ ફરિયાદ નોંધવામાં આવી. જ્યારે, હિંજવડી પોલીસે ફરિયાદ મળ્યા પછી કેસની તપાસ શરૂ કરી દીધી છે.



