લેખકો યોગેશ ચોલેરા અને શૈલેષ સગપરિયા દ્વારા લિખિત શ્રી હનુમાનજી મહારાજના જીવન પર આધારિત નવલકથાનો બીજો ભાગ પ્રસિદ્ધ
‘રુદ્રાવતાર’ બાદ હવે નવલકથા ‘મહાબલી’નું વિમોચન
- Advertisement -
આજના પવિત્ર શનિવારના અવસરે હનુમાન ભક્તો અને વાચકો માટે એક આનંદના સમાચાર આવ્યા છે. લેખક યોગેશ ચોલેરા અને તેમના સહ-લેખક શૈલેષ સગપરિયા દ્વારા લિખિત શ્રી હનુમાનજી મહારાજના જીવન પર આધારિત નવલકથાનો બીજો ભાગ ’મહાબલી’ આજે વિધિવત રીતે પ્રગટ થઈ રહ્યો છે.
અગાઉ આ શ્રેણીનો પ્રથમ ભાગ ’રુદ્રાવતાર’ પ્રકાશિત થયો હતો, જેમાં હનુમાનજીના પ્રાગટ્યથી લઈને માતા સીતાની શોધમાં જવાના સંકલ્પ સુધીની રોમાંચક કથા આલેખવામાં આવી હતી. આ પુસ્તકને વાચકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. સેંકડો વાચકોએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આ નવલકથા વાંચતી વખતે તેઓ જાણે સ્વયં હનુમાનજીની સાથે યાત્રા કરી રહ્યા હોય તેવો જીવંત અનુભવ થયો છે.
આ શ્રેણીના બીજા ભાગ ’મહાબલી’માં હનુમાનજીના ખરા સામર્થ્ય અને વ્યક્તિત્વનો પરિચય કરાવવામાં આવ્યો છે. આ પુસ્તકમાં મુખ્યત્વે: પ્રભુ શ્રી રામ માટે હનુમાનજીએ કરેલા અદ્વિતીય કાર્યો, તેમના અકલ્પનીય પરાક્રમો અને શક્તિનું નિરૂપણ,બભક્તિ અને શૌર્યનો અદભૂત સંગમ જોવા મળશે.
લેખકોના મતે આજની યુવા પેઢી જ્યારે કાલ્પનિક સુપરહીરો પાછળ ઘેલી છે, ત્યારે તેમને આપણા સાચા અને શાશ્વત સુપરહીરો – શ્રી હનુમાનજીના જીવન મૂલ્યો અને સાહસોથી પરિચિત કરાવવા માટે આ પુસ્તક શ્રેષ્ઠ માધ્યમ છે. ઉનાળુ વેકેશનમાં બાળકો અને યુવાનો માટે આ પુસ્તક એક ઉત્તમ ભેટ સાબિત થઈ શકે તેમ છે.
કાળઝાળ ગરમી વચ્ચે આધ્યાત્મિક શીતળતા અને જ્ઞાનનો સંગમ એટલે ’મહાબલી’. જો તમે હનુમાનજીના અનન્ય ભક્ત હોવ અથવા ઐતિહાસિક-આધ્યાત્મિક નવલકથાઓના શોખીન હોવ, તો આ પુસ્તક તમારા સંગ્રહમાં હોવું જ જોઈએ.
ઘેર બેઠા મેળવો પુસ્તક
વાચકોની સુવિધા માટે આ પુસ્તક ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. જે કોઈપણ વાચક આ પુસ્તક ડિસ્કાઉન્ટ સાથે ઘેર બેઠા મંગાવવા માંગતા હોય, તેઓ નીચેના નંબર પર સંપર્ક કરી શકે છે:
ઠવફતિંઆા સંપર્ક : 9824219074



