ઞઅઊના ફુજૈરાહ બંદરથી હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી 81 હજાર મેટ્રિક ટન ઓઈલ લઈને આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ભારતીય ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’ ગુજરાતના મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ્સ પર પહોંચી ગયું છે. આ જહાજ ઞઅઊ ના ફુજૈરાહ બંદરથી હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરીને આવ્યું છે. તેમાં 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ છે. ભારતમાં દરરોજ લગભગ 5.556 મિલિયન બેરલ (આશરે 90 કરોડ લીટર) ઓઈલનો વપરાશ થાય છે.
આ પહેલા મંગળવારે ભારતનું ‘નંદા દેવી’ જહાજ ગુજરાતના વાડીનાર પોર્ટ પહોંચ્યું હતું. આ જહાજમાં આશરે 46,500 મેટ્રિક ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (કઙૠ) લાવવામાં આવ્યો છે.
તેમજ, ભારતીય જહાજ ‘શિવાલિક’ સોમવારે કઙૠ લઈને મુન્દ્રા પોર્ટ આવ્યું હતું. આ જહાજ પર આશરે 46,000 મેટ્રિક ટન કઙૠ છે, જે લગભગ 32.4 લાખ ઘરેલુ ગેસ સિલિન્ડરોની બરાબર છે.
યુદ્ધ વચ્ચે પણ હોર્મુઝ સ્ટ્રેટથી જહાજોની અવરજવર ચાલું
ઈરાન સાથેના યુદ્ધ પછી પણ હોર્મુઝ સ્ટ્રેટથી જહાજોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ નથી. રિપોર્ટ અનુસાર, યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં લગભગ 90 જહાજો આ રસ્તેથી પસાર થયા છે, જેમાં તેલ લઈ જનારા ટેન્કરો પણ સામેલ છે. ન્યૂઝ એજન્સી અઙના જણાવ્યા મુજબ, ઘણા જહાજો પશ્ર્ચિમી દેશોના નિયમો અને પ્રતિબંધોથી બચવા માટે કોઈ પણ જાણકારી આપ્યા વગર ચૂપચાપ આ રસ્તેથી નીકળી રહ્યા છે. તાજેતરમાં ભારત અને પાકિસ્તાન સાથે જોડાયેલા કેટલાક જહાજો પણ આ રસ્તેથી સુરક્ષિત રીતે પસાર થવામાં સફળ રહ્યા છે.
આ જંગને કારણે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરથી ઉપર પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અન્ય દેશો પર દબાણ વધાર્યું છે કે તેઓ સાથે મળીને આ રસ્તો ફરીથી સંપૂર્ણપણે ખોલાવે, જેથી તેલ સસ્તું થઈ શકે. હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાનો અત્યંત મહત્વનો જળમાર્ગ છે, જ્યાંથી વિશ્ર્વના કુલ તેલ પુરવઠાનો લગભગ 20% હિસ્સો પસાર થાય છે. જંગ પછી મોટાભાગના જહાજોની અવરજવર ઘટી ગઈ હતી અને કેટલાક જહાજો પર હુમલા પણ થયા છે. તેમ છતાં, ઈરાને માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં 1.6 કરોડ બેરલથી વધુ તેલ વેચી દીધું છે. રિપોર્ટ મુજબ, ચીન હજુ પણ ઈરાનનું સૌથી મોટું ખરીદદાર બનેલું છે. નિષ્ણાતોનું કહેવું છે કે આવી કપરી પરિસ્થિતિ હોવા છતાં ઈરાન પોતાનું તેલ વેચવામાં સફળ રહ્યું છે.
- Advertisement -
અમેરિકાએ ઈરાની સૈન્ય ઠેકાણા પર 2200 કિલોનો બોમ્બ ફેંક્યો
ઈરાને ઈઝરાયલની રાજધાની તેલ અવીવ સહિત 100થી વધુ જગ્યાઓ પર મંગળવારે રાત્રે મિસાઈલ હુમલો કર્યો. ઈરાનનું કહેવું છે કે આ હુમલો લારીજાની, તેમના પુત્ર અને બસીજ ફોર્સના કમાન્ડર ગુલામરેઝા સુલેમાનીના મૃત્યુનો બદલો છે. આ દરમિયાન અમેરિકાએ પણ મોટી કાર્યવાહી કરી છે. અમેરિકી સેનાએ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાના પ્રયાસમાં સમુદ્ર કિનારે બનેલા ઈરાની મિસાઈલ ઠેકાણાઓ પર લગભગ 2200 કિલો વજનનો ખતરનાક બોમ્બ ફેંક્યો, જે જમીનની અંદર બનેલા ઠેકાણાઓને પણ તબાહ કરી દે છે.
ઞઅઊના એક એરબેઝ પાસે ઈરાનની મિસાઈલ પડી
ઓસ્ટ્રેલિયાના ઙખ અલ્બાનિઝે જણાવ્યું છે કે, ઞઅઊના એક એરબેઝ પાસે ઈરાનની મિસાઈલ પડી છે, જેના કારણે થોડું નુકસાન થયું છે. તેમણે વિગતવાર માહિતી આપતા કહ્યું કે, મિસાઈલ રોડની પાસે પડી હતી, જેના લીધે ત્યાં આગ ફાટી નીકળી હતી. આ કારણોસર નજીકની રહેણાંક ઈમારત અને એક મેડિકલ સેન્ટરને નુકસાન પહોંચ્યું છે. ઓસ્ટ્રેલિયાએ આ વિસ્તારમાં પોતાના સૈનિકો પહેલાથી જ તહેનાત કરી રાખ્યા છે, જેથી જરૂર પડ્યે પોતાના લોકોની મદદ કરી શકાય.



