SSD અને રેમનું ઉત્પાદન થશે, 5000 લોકોને રોજગારી મળશે: મેડ ઈન ઈન્ડિયા ચિપ ગુજરાતથી બનશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 28 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવશે. મોદી આજે બપોરે 3 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે, ત્યાર બાદ 3.45 વાગ્યાની આસપાસ સાણંદ પહોંચી માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન અઝખઙ (એસેમ્બ્લી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) સુવિધાનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મોદી ચેન્નઈ જવા રવાના થશે.
સાણંદમાં માઇક્રોન સેમિક્ધડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા ₹22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. જજઉ અને રેમ સહિતની ચિપનું ઉત્પાદન થશે. 5000 લોકોને રોજગારી મળશે. જ્યારે દેશની પહેલી ખફમય ઈંક્ષ ઈંક્ષમશફ ચિપ ગુજરાતથી બનશે. ગુજરાતમાં માઇક્રોનની અઝખઙ સુવિધાના શરૂ થવાથી, ભારતમાં સેમિક્ધડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિનો શરૂ થશે.
સાણંદ અઝખઙ સુવિધાથી પ્રથમ મેડ-ઇન-ઇન્ડિયા સેમિક્ધડક્ટર મેમરી મોડ્યૂલ્સનું વ્યાવસાયિક ઉત્પાદન અને શિપમેન્ટ શરૂ થશે. સેમિક્ધડક્ટર યુનિટ પ્રોજેક્ટનું ભૂમિપૂજન સપ્ટેમ્બર 2023માં થયું હતું, એ ઇન્ડિયા સેમિક્ધડક્ટર મિશન (ઈંજખ) હેઠળ મંજૂર થયેલા પ્રથમ પ્રસ્તાવ હતો. રૂ.22,500 કરોડથી વધુના કુલ ખર્ચની મંજૂરી મળ્યા બાદ તરત બાંધકામ શરૂ થયું હતું.
સાણંદમાં પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી અંદાજે 500,000 ચોરસ ફૂટ ક્લીનરૂમ સ્પેસ ધરાવશે. જે એને વિશ્ર્વના સૌથી મોટા રેઝ્ડ-ફ્લોર ક્લીન રૂમ્સમાંનું એક બનાવશે. આ સુવિધા વિશ્ર્વભરના ગ્રાહકોને સેવા આપવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હાઇ-પર્ફોર્મન્સ કોમ્પ્યુટિંગમાં ઝડપી પ્રગતિ દ્વારા સંચાલિત મેમરી અને સ્ટોરેજ સોલ્યુશન્સ માટેની વધતી જતી વૈશ્ર્વિક માગને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવી છે.



