ઝાલાવાડમાં ભવ્ય સફળતા બાદ
કાલે 20 ફેબ્રુઆરીએ ભવ્ય પ્રીમિયર શો સાથે રાજશ્રી સિનેમામાં રીલીઝ
- Advertisement -
તાજેતરમાં પ્રેસ શુભેચ્છા મુલાકાતે કાનજીભાઈ પટેલ, જીતુભા જાડેજા, દીપ્તિબેન ગોંડલ, ગેલ મોગલ શક્તિ પીઠ આશ્રમના મહંત વિજયબાપુ, લોકસાહિત્યકાર કોશિકભાઈ મહેતા અને રાજકોટના સ્ટુડિયો શિવવાળા ભાવિનભાઈ ખખર હાજર રહ્યા હતા.
આર.કે ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં માઁ આદ્યશક્તિનું પ્રાગટ્ય અને પરચા રજૂ કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ઝાલાવાડમાં ભવ્ય સફળતા પ્રાપ્ત કરનાર ઐતિહાસિક ધાર્મિક ગુજરાતી ફિલ્મ હરપાલદેવ માં શક્તિના અમર અજવાળા હવે 20 તારીખ શુક્રવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના શહેરોમાં રીલીઝ થવા જઈ રહી છે. માતા જગદંબાના અંશાવતાર શ્રી આદ્યશક્તિ અને મહાદેવજીના અંશાવતાર હરપાલદેવ દાદાના પ્રાગટ્ય, પરચા અને ઇતિહાસને ઉજાગર કરતી આ ફિલ્મે ઝાલાવાડમાં માઈ ભક્તોનું અપાર સ્નેહ પ્રાપ્ત કર્યું છે. ઝાલાવાડના સિનેમાઘરોમાં ફિલ્મના શો સતત હાઉસફુલ ચાલી
રહ્યા છે.
ખાસ કરીને માતાઓ, બહેનો, દીકરીઓ અને બાળકોમાં ફિલ્મ પ્રત્યે વિશેષ આકર્ષણ જોવા મળ્યું છે. ફિલ્મના અંતિમ દૃશ્યમાં, જેમાં માં શક્તિ બાળ ઉમાદેને ખોળે લઈ ધાંધલપુર (ધામા)ની પવિત્ર ધરતીમાં સમાઈ જાય છે, તે દ્રશ્યે દર્શકોને ભાવવિભોર કરી દીધા છે. સિનેમાઘરોમાં જય માં શક્તિના ગુંજતા નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાતું જોવા મળ્યું હતું. સોશિયલ મીડિયા પર પણ આ દૃશ્યોના વિડિઓ વાયરલ થયા છે.
રાજકોટના સ્ટુડિયો શિવ સાથે સંકળાયેલા અને શ્રી શક્તિમાના ઉપાસક ભાવિનભાઈ ખખર બજરંગ દ્વારા આ ફિલ્મને રાજકોટ, મોરબી, ગોંડલ અને જેતપુરમાં રીલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટના રાજશ્રી સિનેમા, મોરબીના નેક્સસ સિનેમા, ગોંડલના ઓસ્ટોન સિનેમા તથા જેતપુરના બાલાજી સિનેમા ખાતે 20 તારીખે ફિલ્મ પ્રદર્શિત થશે.
રાજકોટના રાજશ્રી સિનેમા ખાતે ફિલ્મનો ભવ્ય પ્રીમિયર શો યોજાયો છે, જેમાં શહેરના અગ્રણી મહાનુભાવોને સ્નેહભીનું આમંત્રણ પાઠવાયું છે. પ્રીમિયર શોમાં રાજકોટના મેયર નયનાબેન પેઢળીયા, કલેક્ટર ઓમપ્રકાશ, પોલીસ કમિશ્નર બ્રિજેશ ઝા, એડિશનલ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડેપ્યુટી પોલીસ કમિશ્નર (ઝોન-1) હેતલ પટેલ, ડેપ્યુટી પોલીસ કમિશ્નર (ઝોન-2) રાકેશ દેસાઈ, ડેપ્યુટી પોલીસ કમિશ્નર (ટ્રાફિક) હરપાલસિંહજી જાડેજા, ડેપ્યુટી પોલીસ કમિશ્નર (ક્રાઈમ બ્રાન્ચ) જગદીશ બાંગરવા સહિત પોલીસ વિભાગના અધિકારીઓ, એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર સંજયસિંહજી જાડેજા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, ક્ષત્રિય અગ્રણીઓ અને વિવિધ સામાજિક આગેવાનોને પણ આમંત્રણ પાઠવાયું છે. ફિલ્મ પ્રત્યે વધતા ઉત્સાહ અને ભક્તિભાવને ધ્યાનમાં રાખીને આયોજક મંડળે રાજકોટમાં પણ ઝાલાવાડ જેવી જ સફળતા મળશે તેવી આશા વ્યક્ત કરી છે. અંતે, માં આદ્યશક્તિ સર્વ માઈ ભક્તોની આશાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના વ્યક્ત કરવામાં આવી છે.



