ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(ઞૠઈ)ના નિયમો મુજબ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ તેમના ઙવ.ઉ. સંશોધકો માટે 12-01-2025ના રોજ પરિસરમાં છ-માસિક પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા બેઠક (6-ખજ્ઞક્ષવિંહુ ઙવ.ઉ. ઙજ્ઞિલયિતત છયાજ્ઞિિં છયદશયૂ ખયયશિંક્ષલ)નું આયોજન કર્યું હતું. તેમાં વેદ-વેદાંગ અને પુરાણ વિષયના ઙવ.ઉ. સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા. બાહ્ય-વિષય નિષ્ણાંતરૂપે નિવૃત્ત પ્રોફેસર, સાવિત્રીબાઈ ફૂલે પૂણે યુનિવર્સિટી, પૂણે (મહારાષ્ટ્ર)ના પ્રો. રવિન્દ્ર મૂળેજી, પ્રભારી શોધનિર્દેશકશ્રી તથા માર્ગદર્શકશ્રી તરીકે ડો. પંકજકુમાર રાવલ, વેદ-વેદાંગના માર્ગદર્શકરૂપે ડો. રમેશચંદ્ર શુક્લ, ડો. કુલદીપ પુરોહિત, પુરાણ વિષયના માર્ગદર્શકરૂપે ડો. આશાબેન માઢક તથા ડો. કિરણ ડામોર, અત્રેની યુનિવર્સિટીના ગ્રંથપાલ અને કુલપતિના ઘજઉ એવા રવીન્દ્ર કાલે અને સભ્યસચિવરૂપે અત્રેના સંશોધન અધિકારી ડો. કાર્તિકકુમાર પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકના સંયોજક સંશોધન અધિકારી ડો. કાર્તિકકુમાર પંડ્યા હતા. સંકલનકર્તા તરીકે રિસર્ચ એડવાઈઝર ફેસિલીટેટર રાહુલ ત્રિવેદીએ કામગીરી કરી હતી. સમગ્ર બેઠકનું મંચ સંચાલન અત્રેના ઉંછઋ શોધછાત્ર ઋત્વિક જાનીએ કર્યું હતું.



