બંન્ને ટીમમાંથી કોઈપણ બેટર ફિફ્ટી ફટકારી શક્યો નહીં
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.26
- Advertisement -
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટ મેલબોર્નમાં રમાઈ રહી છે. મેચના પહેલા દિવસે શુક્રવારે ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી. ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગ્સમાં 152 રનમાં ઓલઆઉટ થઈ ગયું, જ્યારે ઇંગ્લેન્ડની ટીમ માત્ર 110 રન જ બનાવી શકી. આમ, ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઇનિંગ્સમાં 42 રનની લીડ મળી.
ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સ 45.2 ઓવરમાં અને ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગ્સ 29.5 ઓવરમાં સમાપ્ત થઈ. એટલે કે 75.1 ઓવરમાં 20 વિકેટ પડી ગઈ. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ સ્ટમ્પ્સ સુધી બીજી ઇનિંગ્સમાં 1 ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 4 રન બનાવ્યા છે. ટ્રેવિસ હેડ અને નાઇટ વોચમેન સ્કોટ બોલેન્ડ અણનમ પાછા ફર્યા. હવે મેચનો બીજો દિવસ શનિવારે સવારે 5 વાગ્યે શરૂ થશે.
ઓસ્ટ્રેલિયા 152 રનમાં ઓલઆઉટ બોક્સિંગ-ડે ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલા ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી અને 91 રન સુધીમાં તેની 6 વિકેટ પડી ગઈ. ટીમની છેલ્લી ત્રણ વિકેટ કોઈ રન ઉમેર્યા વિના પડી ગઈ. ઓસ્ટ્રેલિયા તરફથી માઈકલ નેસરે સૌથી વધુ 35 રન બનાવ્યા, જ્યારે ઉસ્માન ખ્વાજાએ 29 અને એલેક્સ કેરીએ 20 રન જોડ્યા. ટીમના પાંચ બેટર્સ બે આંકડાનો આંકડો પણ સ્પર્શી શક્યા નહીં.
ઈંગ્લેન્ડની બોલિંગમાં જોશ ટંગ સૌથી સફળ રહ્યો અને તેમણે 5 વિકેટ લીધી. ગસ એટક્ધિસનને 2 વિકેટ મળી, જ્યારે બ્રાયડન કાર્સ અને કેપ્ટન બેન સ્ટોક્સને 1-1 વિકેટ મળી.ટંગે સ્મિથને બોલ્ડ કર્યો જોશ ટંગના બોલ પર સ્ટીવ સ્મિથ ક્લીન બોલ્ડ થઈ ગયો. બોલ સીધો મિડલ સ્ટમ્પ પર લાગ્યો. આ રીતે સ્મિથ 31 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો અને પોતે પણ આ આઉટથી આશ્ચર્યચકિત દેખાયો.
ઇંગ્લેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ ઇંગ્લેન્ડની શરૂઆત ઓસ્ટ્રેલિયા કરતાં પણ ખરાબ રહી.
ટીમના 16 રન સુધી પહોંચતા-પહોંચતા 4 વિકેટ પડી ગઈ હતી. ઝેક ક્રોલી 5 રન, બેન ડકેટ 2 રન અને જેકબ બેથેલ માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો.
જો રૂટ તો ખાતું પણ ખોલી શક્યો નહીં. મિચેલ સ્ટાર્કે ક્રોલી-ડકેટ અને નેસરે બેથલ-રૂટની વિકેટ ઝડપી. આ પછી હેરી બ્રુક અને બેન સ્ટોક્સે પાંચમી વિકેટ માટે ફિફ્ટીની ભાગીદારી કરી. આ પછી બ્રુકે પોતાની વિકેટ ગુમાવી દીધી. તેણે માત્ર 34 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકારીને 41 રન બનાવ્યા.
બ્રુક આઉટ થયા પછી વિકેટ પડવાનો સિલસિલો ફરી શરૂ થયો, જેમી સ્મિથ 2 રન અને વિલ જેક્સ 5 રન બનાવીને ઝડપથી પેવેલિયન પરત ફર્યા અને 110ના સ્કોર પર આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયા તરફથી માઈકલ નેસરને 4, સ્કોટ બોલેન્ડને 3 અને મિચેલ સ્ટાર્કને 2 વિકેટ મળી. કેમરૂન ગ્રીનને 1 વિકેટ મળી.
એશિઝ સિરીઝ ઓસ્ટ્રેલિયાએ જીતી ઓસ્ટ્રેલિયા એશિઝ સિરીઝ પહેલાથી જ જીતી ચૂક્યું છે. પાંચ મેચની આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ શરૂઆતની ત્રણેય ટેસ્ટ જીતી છે અને 3-0 ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
કોહલીએ ગુજરાત સામે ધબધબાટી બોલાવી: વિજય હઝારે ટ્રોફીમાં માત્ર 29 બોલમાં ફિફ્ટી ફટકારી
વિરાટ કોહલીએ વિજય હઝારે ટ્રોફી 2025-26ની બીજી ગ્રુપ સ્ટેજ મેચમાં શુક્રવારે દિલ્હી માટે રમતા ગુજરાત સામે માત્ર 29 બોલમાં અડધી સદી ફટકારી. જ્યારે, જયપુરમાં રમાયેલી ગ્રુપ ઈની મેચમાં રોહિત શર્મા ઉત્તરાખંડ સામે પહેલી જ બોલે આઉટ થઈ ગયા. બેંગલુરુના એક્સેલન્સ ઓફ સેન્ટરમાં રમાઈ રહેલી ગ્રુપ ઉની મેચમાં ગુજરાતે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી. દિલ્હીની શરૂઆત ખરાબ રહી અને ઓપનર પ્રિયાંશ આર્ય 2 રનના સ્કોર પર આઉટ થઈ ગયો.આ પછી વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો અને ઇનિંગ્સને સંભાળતા ઝડપી બેટિંગ કરી. તેણે 11 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારીને દિલ્હીને મજબૂત અને ઝડપી શરૂઆત અપાવી. તેણે 61 બોલનો સામનો કરીને 77 રન બનાવ્યા. જ્યારે, રિષભ પંતે 79 બોલમાં 70 રનની ઇનિંગ્સ રમી. આ દરમિયાન તેણે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. વિરાટ કોહલી અને પંત ઉપરાંત હર્ષ ત્યાગીએ પણ 47 બોલમાં 40 રન બનાવીને ટીમના સ્કોરમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. દિલ્હીની ટીમે 9 વિકેટના નુકસાન પર 254 રન બનાવ્યા.



