UIDAIએ શુક્રવારે મોબાઇલ નંબર અપડેટ કરવાની નવી ડિજિટલ સેવાની કરી જાહેરાત
કરોડો લોકોને લાંબી લાઇન અને વારંવાર ધક્કામાંથી મુક્તિ મળશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.29
ટૂંક સમયમાં તમે ઘરે બેઠા આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર બદલી શકશો. આધારને નિયંત્રિત કરતી સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ નવી ડિજિટલ સેવાની જાહેરાત કરી છે.
યુઝર્સ આધાર એપ પર OTP વેરિફિકેશન અને ફેસ ઓથેન્ટિકેશનથી પોતાનો મોબાઇલ નંબર અપડેટ કરી શકશે. આ સેવા દૂરના વિસ્તારોમાં રહેતા લોકો અને સિનિયર સિટીઝન્સને સરળતા પૂરી પાડશે. UIDAI અનુસાર, મોબાઇલ અપડેટ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ રાખવામાં આવી છે.
આ માટે કોઈ દસ્તાવેજ કે ફિઝિકલ વિઝિટની જરૂર નથી. આખી પ્રક્રિયા થોડી મિનિટોમાં પૂર્ણ થઈ જશે. આધાર કાર્ડ દેશની સૌથી મોટી આઇડેન્ટિટી સર્વિસ છે, જેમાં 130 કરોડથી વધુ લોકોનો ડેટા જોડાયેલો છે.
મોબાઇલ નંબર તેનો સૌથી મહત્વનો ભાગ છે, કારણ કે તેનાથી જ ઘઝઙ દ્વારા બેંક એકાઉન્ટ, સરકારી સબસિડી, ઇનકમ ટેક્સ વેરિફિકેશન અને ડિજિટલ સર્વિસિસ જેમ કે ડિઝીલોકર સુધી એક્સેસ મળે છે. જો નંબર જૂનો થઈ જાય કે ખોવાઈ જાય તો ઘણી સમસ્યાઓ થઈ શકે છે. અત્યાર સુધી તેને અપડેટ કરવા માટે એનરોલમેન્ટ સેન્ટર જવું પડતું હતું, જ્યાં બાયોમેટ્રિક વેરિફિકેશન અને લાંબી કતારોનો ઝંઝટ થતો હતો. પરંતુ હવે ઞઈંઉઅઈં ડિજિટલ રીતે તેને સરળ બનાવવા જઈ રહ્યું છે.
UIDAIએ ગયા મહિને ‘આધાર એપ’ લોન્ચ કરી હતી
એક મહિના પહેલા UIDAIએ આધાર કાર્ડની નવી મોબાઈલ એપ લોન્ચ કરી હતી. આમાં યુઝર એક જ ફોનમાં 5 લોકોના આધાર રાખી શકે છે. આમાં આધારની ફક્ત તે જ માહિતી શેર કરવાનો વિકલ્પ છે, જે જરૂરી હોય છે. આ એપમાં તમે ઞઙઈંમાં જે રીતે સ્કેન કરીને પેમેન્ટ કરો છો, તે જ રીતે આધાર ડિટેલ્સ શેર કરી શકો છો. એપને વધુ સુરક્ષિત બનાવવા માટે તેમાં ફેસ ઓથેન્ટિકેશન જેવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે.
- Advertisement -
નવી સેવા કેવી રીતે કામ કરશે?
સૌ પ્રથમ યુઝર્સે આધાર એપ ડાઉનલોડ કરવી પડશે.
અહીં યુઝર્સે પોતાનો આધાર નંબર અને નવો મોબાઇલ નંબર દાખલ કરવો પડશે.
OTP વેરિફિકેશન થશે, જે જૂના અથવા
નવા નંબર પર મોકલવામાં આવશે.
આ પછી સ્માર્ટફોન કેમેરાથી ફેસ ઓથેન્ટિકેશન
પૂર્ણ કરવું પડશે.
₹50નું પેમેન્ટ કર્યા પછી ફોર્મ સબમિટ કરવું પડશે. બાયોમેટ્રિક અપડેટ સાથે આ મફત રહેશે.
અપડેટ સ્ટેટસ ચેક કરવા માટે ઞછગ નંબરથી ઞઈંઉઅઈં વેબસાઇટ પર જોઈ શકાશે, જે 2-4 અઠવાડિયામાં રિફ્લેક્ટ થઈ જશે.
આધારના નવા એપના ફીચર્સ
ફોનમાં આધાર કેરી કરો: ઈ-આધાર હંમેશા સાથે રહેશે, પેપર કોપીની જરૂર નહીં પડે.
ફેસ સ્કેન શેરિંગ: ઈંઉ શેર કરવા માટે ફેસ સ્કેન કરવું પડશે, પિન-ઘઝઙની જેમ સુરક્ષિત.
સિક્યોર લોગિન: બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનથી એપ ઓપન થશે.
મલ્ટી લેંગ્વેજ સપોર્ટ: હિન્દી, અંગ્રેજી સહિત ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ.
ઓફલાઇન ઉપયોગ: ઇન્ટરનેટ ન હોવા છતાં પણ આધાર જોઈ શકશો.
નવી એપથી યુઝર્સને શું ફાયદો મળશે?
હોટેલ ચેક-ઇન, SIM એક્ટિવેશન અથવા બેંક KYC ઝડપી બનશે.
ફેમિલી મેનેજમેન્ટ સરળ, એક ફોન પર બધાની વિગતો.
સિલેક્ટિવ શેરિંગથી પર્સનલ ડેટા એક્સપોઝ નહીં થાય.



