જિલ્લા વહીવટી તંત્ર, ગીર સોમનાથની પ્રાકૃતિક કૃષિને વેગ આપતી આગવી પહેલ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
કાર્તિક પૂર્ણિમા મહોત્સવ- 2025 અંતર્ગત સદભાવના ગ્રાઉન્ડ, પ્રભાસ પાટણ, ગીર સોમનાથ ખાતે સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને પ્રોત્સાફન મળે તે માટે ગીર સોમનાથ જિલ્લા ખાતે આવેલ ઞૠ ગીર સોમનાથ ઋઙઘ, ઊંજ ગીર સોમનાથ ઋઙઘ, ટઝ ગીર સોમનાથ ઋઙઘ તેમજ સ્વાદ ઋઙઘ દ્રારા ખેડૂતો દ્વારા ઉત્પાદિત ખેત પેદાશોને પ્રોસેસિંગ કરી વેચાણ કરવામાં આવી રહેલ છે.
- Advertisement -
જેના સહકાર થકી કાર્તિક પૂર્ણિમા ઉત્સવ દરમ્યાન સરસ મેળા માં તા. 27 /11/25 થી 06/12/25 અને સોમનાથ ટ્રસ્ટના કાર્યાલય પાસે અમૃત આહાર કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લાના વધુમાં વધુ નાગરિકો દ્વારા મુલાકાત લેવા તેમજ પ્રાકૃતિક ખેતી થકી ઉત્પાદિત ઝેર મુકત/રસાયણમુકત ખેત પેદાશો અને ગૌ આધારિત પ્રોડક્ટના પ્રદર્શન નિહાળવા તેમજ દૈનિક જીવનમાં નિયમિતપણે ઉપયોગ કરવા માટે આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી પુષ્પકાંત સ્વર્ણકાર અને જિલ્લા વહીવટી તંત્ર, ગીર સોમનાથ દ્વારા વિનંતી કરવામાં આવેલ છે.



