યુવાધનને બચાવવા કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
જૂનાગઢ જિલ્લા પ્રમુખ ભરત અમીપરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજભાઈ જોશી પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ જોશી સહીત કોંગ્રેસ કાર્યકરોએ ગુજરાતમાં ફેલાયેલા ડ્રગ્સ-નશાખોરીના દૂષણને લઈને જિલ્લા પોલીસ વડાને ગંભીર આક્ષેપો સાથે આવેદનપત્ર પાઠવ્યું છે. કોંગ્રેસે જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષમાં 9000થી વધુ આરોપીઓ પકડાયા હોવા છતાં, પકડાયેલ જથ્થો કુલ ડ્રગ્સના વેપારનો માત્ર 5-10% જેટલો જ છે, જ્યારે ડ્રગ્સ-ઇન્ડસ્ટ્રીનો અસલી વેપલો કરોડો રૂપિયામાં ફૂલ્યો-ફાલ્યો છે. કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી કે ગુજરાતનું યુવાધન ડ્રગ્સના રવાડે ચઢી ગયું છે, જેના કારણે રાજ્યનું ભવિષ્ય જોખમમાં છે.
- Advertisement -
કોંગ્રેસે આવેદનપત્રમાં ચોંકાવનારો આક્ષેપ કર્યો કે, કેટલાક નામો એવા છે જેને રાજકીય ઇશારે સ્થાનિક પોલીસે તેને છાવરીને છોડી મૂક્યો છે. આ કિસ્સો પુરવાર કરે છે કે ડ્રગ્સના વેપલામાં રાજકીય નેતાઓ અને ભ્રષ્ટ પોલીસ અધિકારીઓની મિલીભગત છે, જેના કારણે વેપલો અટકતો નથી. કોંગ્રેસ કમિટીએ માંગ કરી કે ભ્રષ્ટ નેતાઓ અને પોલીસ અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવા, નશાખોરીના અડ્ડા કાયમી ધોરણે બંધ કરાવવા અને ’મહિલા સુરક્ષા અને દીદીબહેન કવચ’ યોજનાનો સખત રીતે અમલ કરવો જોઈએ. આ સાથે જ યુવાધનને બચાવવા માટે નક્કર કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રનેઅપીલકરીહતી.



