અઝરબૈજાનથી પરત ફર્યા બાદ જ્યોર્જિયામાં તુર્કીનું C-130 મિલિટરી કાર્ગો પ્લેન ક્રેશ થયું હતું, જેમાં સવાર તમામ 20 લોકોના મોત થયા હતા. તુર્કી અને જ્યોર્જિયાના બચાવ ટીમો અને તપાસકર્તાઓ કારણની તપાસ કરી રહ્યા છે.
તૂર્કિયેનું એક સૈન્ય માલવાહક વિમાન મંગળવારે(11 નવેમ્બર) જોર્જિયામાં અઝરબૈજાનની બોર્ડર નજીક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. તૂર્કિયે અને જ્યોર્જિયાના અધિકારીઓએ આ માહિતી આપી. તૂર્કિયેના સમાચાર ચેનલો પર દેખાડવામાં આવેલા વીડિયો ફુટેજમાં વિમાનને આકાશમાં ફરતું ફરતું નીચે પડ્યું અને સફેદ ધૂમાડા સાથે ક્રેશ થઈ ગયું. તૂર્કિયેના સંરક્ષણ મંત્રાલયના અનુસાર, વિમાનમાં 20 સેનાના જવાનો સવાર હતા, જેમાં પાયલટ પણ સામેલ હતા. આ તમામના મોત થયા હોવાની આશંકા છે. જોકે, સત્તાવાર તેની માહિતી આપવામાં આવી નથી.
- Advertisement -
તૂર્કેયેના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, આ સી-130 સૈન્ય વિમાન અઝરબૈજાનથી ઉડાન ભરીને તૂર્કિયે પરત ફરી રહ્યું હતું, ત્યારે આ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. વિમાનમાં કેટલા લોકો સવાર હતા, એ હજુ સુધી સ્પષ્ટ નથી થયું. તૂર્કિયેના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોગને સંકેત આપ્યા કે આ દુર્ઘટનામાં કેટલાક જવાનોના મોત થયા છે. જો કે, તેમણે કોઈ વિગતવાર માહિતી આપી નથી.
સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, અઝરબૈજાન અને જોર્જિયાના અધિકારીઓની સાથે મળીને શોધખોળ અને બચાવ અભિયાન શરૂ કરી દેવાયું છે.
જ્યોર્જિયાના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, વિમાન જ્યોર્જિયાના સિગનાધી નગરપાલિકા વિસ્તારમાં અઝરબૈજાન બોર્ડર નજીક ખાબક્યું. આ દુર્ઘટનાની તપાસ શરૂ કરી દેવાઈ છે. રાષ્ટ્રપ્રમુખ એર્દોગને કહ્યું કે, તેઓ આ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. તેમણે મૃતકો પ્રત્યે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી.




