ટ્રાફિક-જનસુરક્ષા માટે સરકારની કડક કાર્યવાહી : અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાંથી શરૂઆત
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગુજરાત પોલીસ દ્વારા ભીડભાડવાળા વિસ્તારો અને ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષાવૃત્તિને દંડનીય ગુનાની શ્રેણીમાં લાવવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે એવી દરખાસ્ત તૈયાર કરી છે જે અનુસાર હવે શહેરના રસ્તાઓ પર ભિક્ષા માંગવી ગુનાહિત ગણાશે. આ પગલાનું મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો કરવો, નાગરિકોને હેરાનગતિથી બચાવવી અને ભિક્ષાવૃત્તિમાંથી પીડિત લોકોને પુનર્વસન તરફ દોરી જવું છે.
આ પહેલ મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં લાગુ કરાયેલા સફળ મોડેલો પર આધારિત છે, જ્યાં આવા કાયદાઓ દ્વારા ટ્રાફિકમાં ખાસ સુધારો થયો છે. ગુજરાતમાં આ કાયદાનો પ્રથમ તબક્કો ચાર મોટા શહેરોમાં અમલમાં મુકાશે.
એડિશનલ ડીજીપી અજય ચૌધરીએ જણાવ્યું કે, આ નિર્ણય માત્ર સફાઈ નહીં પરંતુ જાહેર સલામતી માટે પણ મહત્વનો છે. ભિક્ષુકો ટ્રાફિકને અવરોધે છે અને મુસાફરો માટે જોખમ ઉભું કરે છે. ભિક્ષા ન આપતાં ભજ્ઞક્ષમીભજ્ઞિંતિ સામે કેટલીકવાર દુર્વ્યવહાર પણ જોવા મળ્યો છે. દરખાસ્તમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ભિક્ષાવૃત્તિમાં સંડોવાયેલા લોકોને સીધા રીતે સજા ન આપી જાઈ, પરંતુ પહેલા તેમને પુનર્વસન આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા સામાજિક ન્યાય વિભાગ, શિક્ષણ વિભાગ અને વિવિધ ગૠઘ સાથે મળીને આશ્રય ગૃહો, શિક્ષણ સહાય, આરોગ્ય સેવા અને કૌશલ્ય વિકાસ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવશે.
- Advertisement -
પોલીસના જણાવ્યા મુજબ, આ કાયદા અમલ માટે માનવ તસ્કરી વિરોધી શાખા અને ટ્રાફિક પોલીસ મુખ્ય ભૂમિકા ભજવશે. અમદાવાદમાં છેલ્લા કેટલાક મહિનામાં અનેક બાળકીઓને ભિક્ષાવૃત્તિમાંથી બચાવીને શાળાઓમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમને યથાશક્તિ સહાય આપવામાં આવી છે. અધિકારીઓએ ઞગઊજઈઘ સહિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે મળીને આવા બાળકોની સુરક્ષા અને નાગરિકોની હેરાનગતિ દૂર કરવા માટે ચર્ચાઓ પણ શરૂ કરી છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ વર્તમાન પ્રયાસો વિશે જણાવ્યું. અમે અમદાવાદમાં ભીખ માંગવાના કૌભાંડોમાંથી ઘણી સગીર છોકરીઓ અને છોકરાઓને બચાવી લીધા છે અને તેમને શાળાઓમાં દાખલ કરવામાં મદદ કરી છે. અમારી ટીમો તેઓ શાળા છોડી ન જાય તેની ખાતરી કરવા માટે ફોલોઅપ કરશે. નવા કાયદાને લાગુ કરવામાં માનવ તસ્કરી વિરોધી શાખા અને ટ્રાફિક પોલીસ મુખ્ય ભૂમિકા ભજવશે, અધિકારીએ જણાવ્યું.
અમે તાજેતરમાં યુનેસ્કોના અધિકારીઓને મળ્યા હતા જેથી આ ઉપેક્ષિત બાળકોનું રક્ષણ કરવા અને ટ્રાફિક જંકશન પર થતી હેરાનગતિ અંગે નાગરિકોની ચિંતાઓને દૂર કરવા અંગે ચર્ચા કરી શકાય, તેમણે ઉમેર્યું. ગુજરાત પોલીસે મધ્યપ્રદેશ અને કર્ણાટક સાથે નજીકથી કામ કર્યું છે, જ્યાં સમાન કાયદાઓએ ટ્રાફિકની સ્થિતિમાં સુધારો કર્યો છે. અધિકારીઓ ખાતરી આપે છે કે ગુનેગારો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ નિરાશાના સાચા કેસોને કાળજીપૂર્વક હેન્ડલ કરવામાં આવશે, સજાને બદલે પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે
પ્રથમ તબક્કામાં કાયદો અહીં લાગુ પડશે:
ક્રમાંક શહેરનું નામ
1 અમદાવાદ
2 સુરત
3 વડોદરા
4 રાજકોટ



