ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિજિટના વાયરલ વીડિયોમાં વિયેતનામ પહોંચતા ઝઘડા દરમિયાન તેણી તેનો ચહેરો હલાવી રહી છે
ઈમેન્યુઅલ મેક્રોનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેમની પત્ની બ્રિજિટ રાષ્ટ્રપતિના વિમાનમાં “ઝઘડો” કરી રહી હતી ત્યારે તેમના ચહેરા પર ધક્કો મારી રહી છે.
- Advertisement -
વિડિયોમાં જોવા મળે છે કે, વિમાનનો દરવાજો ખુલતાંની સાથે જ મેકોન અચાનક પાછળ હટી જાય છે. મેક્રોનને તરત જ ખ્યાલ આવે છે કે નીચે પત્રકારોની ભીડ છે અને કેમેરા ચાલુ છે એટલે તરત જ તેમણે પોતાના ચહેરાના હાવભાવ બદલ્યા, સ્માઇલ આપી અને પોતાનો ચહેરો છુપાવી, માત્ર હાથ હલાવીને વિમાનની અંદર જતા રહ્યા હતા. આ જોઈને સ્ટાફ પણ દંગ રહી ગયો હતો. શરૂઆતમાં ફ્રેન્ચ પ્રેસિડન્ટ પેલેસે આ વિડિયોને બનાવટી ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, એ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ પછીથી વિડિયો સાચો હોવાનું બહાર આવ્યું હતું.
ત્યાર બાદ ફ્રેન્ચ પ્રેસિડન્ટ પેલેસે સત્તાવાર નિવેદનમાં થોડો ફેરકાર કર્યો હતો. મેકોનની નજીકના મિત્રએ એને એક સરળ પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો ગણાવ્યો હતો.
24 વર્ષ મોટી પત્ની
મેકોનની પત્ની બ્રિજિટ તેમનાથી 24 વર્ષ મોટી છે અને તેમનાં આ લવ-મેરેજ છે. બ્રિજિટ એક સમયે તેમની સ્કૂલ-ટીચર હતી. 15 વર્ષની ઉંમરે મેકોનને 39 વર્ષની ટીચર સાથે પ્રેમ થઈ ગયો હતો. એ સમયે બ્રિજિટ પરિણીત હતી અને ત્રણ બાળકોની મમ્મી પણ હતી.
- Advertisement -
આમ છતાં 16 વર્ષની ઉંમરે મેકોને પ્રપોઝ કર્યું હતું. તેમના પરિવારે આ સંબંધનો સખત વિરોધ કર્યો હતો, પરંતુ તેઓ માન્યા નહોતા. બ્રિજિટ તેમના પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા અને 2007માં જ્યારે મેકોન 29 વર્ષના હતા અને બ્રિજિટ 54 વર્ષનાં હતાં ત્યારે તેમણે પેરિસમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતાં.
2017માં મેક્રોન ફ્રાન્સના પ્રેસિડન્ટ બન્યા પછી બ્રિજિટ ફર્સ્ટ લેડી બન્યાં હતાં. તે પતિના તમામ વિદેશપ્રવાસોમાં સાથે હોય છે.