સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અન્વયે જૂનાગઢ જિલ્લામાં 7 થી 15 વયના બાળકો માટે સમર યોગ કેમ્પ યોજાશે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત નિ:શુલ્ક સમર યોગ કેમ્પ તા.16 થી તા.30 મે, 2025 સુધી સવારે 7 થી 9 કલાક સુધી યોજાશે.
આ સમર કેમ્પમાં અનુભવી અને સર્ટિફાઇડ યોગ શિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવશે. કેમ્પ બાદ પણ ઘરે નિયમિત રીતે યોગ થઇ શકે તેવી વિગતો દર્શાવતી પુસ્તિકા અને કેમ્પના અંતે સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ વર્ષે મેદસ્વી બાળકો માટે વિશેષ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. યોગથી બાળકોના તન અને મન તંદુરસ્ત રહે છે. બાળકને મેઘાવી અને તેજસ્વી બનાવવામાં યોગ મદદરુપ બને છે.યોગના નિયમિત અભ્યાસથી ભણતરમાં એકાગ્રતા સહિત યાદ શક્તિમાં વધારો કરે છે. માંસપેશીઓની ક્ષમતા અને શરીરના લચીલાપણામાં વૃદ્ધિ કરે છે મોબાઇલ અને જંક ફૂડ જેવી કુટેવોથી દૂર રહેવા પ્રેરિત કરે છે. ફ્રી રજિસ્ટ્રેશન માટે લતુબ.શક્ષની મુલાકાત લેવી તેમ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.



