જૂનાગઢમાં વાતારણમાં પલટો: ઝાકળના લીધે કેસર કેરી અને ઘઉંને નુકસાનની ભીતિ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢમાં છેલ્લા એક અઠવાડિયામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.જેમાં છેલ્લા ચાર પાંચ દિવસ ભારે પવન ગતિ જોવા મળી હતી અને બપોરે તાપમાન વધતું જોવા મળે છે.અને વેહલી સવારે મોડી રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળે છે.
- Advertisement -
આજે વેહલી સવારથી સોરઠ પંથકમાં ઝાકળ વર્ષા જોવા મળી હતી તેની સાથે ઢાબરછાયું વાતાવરણના લીધે આકાશમાં વાદળો છવાયા હતા તેમજ ઠંડા પવન ફુંકાતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.અને લોકોએ ફૂલ ગુલાબી ઠંડી સાથે ઠંડા પવન જોવા મળ્યા હતા જયારે બપોરના સમયે ત્રણ દિવસથી ગરમીનો પારો ઊંચકી રહ્યો છે.જેમાં સવારે 15 ડિગ્રી આસપાસ તો બપોરના સમયે 20 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળે છે.ત્યારે 6 ડિગ્રી જેટલો તફાવત સાથે ગિરનાર પર 10 ડિગ્રી આસપાસ રહેતા પર્વત પર ઠંડી વધુ જોવા મળી રહી છે.આમ છેલ્લા એક સપ્તાહમાં વાતાવરણમાં અનેક ચડાવ ઉતાર જોવા મળી રહ્યો છે.જયારે આજે ઝાકળ વર્ષા થતા આંબાના બગીચામાં ફૂટેલા મોર અને રવિ સીઝનમાં ઘવનું વાવેતર કરનાર ખેડૂતોને ઝાકળથી નુકશાની ભીતિ સેવાઈ રહી છે.જોકે હજુ એટલી ઝાકળ વર્ષા જોવા નથી મળતી આમ અચાનક વાતારણમાં ઉલટફેર જોવા મળે છે.



