ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થતા મહાકુંભ નિમિતે વિશ્વની સૌથી મોટી રંગોળી બનાવવામાં આવી રહી છે. પંચાવન હજાર સ્કવેર ફીટના વિસ્તારમા બની રહેલી આ રંગોળી માટે કુલ 11 ટન ઈકોફ્રેન્ડલી રંગોનો ઉપયોગ થઈ રહ્યો છે.
આ રંગોળીમાં મહાકુંભના પવિત્ર માહોલને અનુરૂપ આધ્યાત્મિકતા, એકતા અને ભક્તિનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને કળાત્મક વારસાનું પ્રદર્શન કરતી આ રંગોળી મહાકુંભનું આકર્ષણ બની રહેશે.