વિજેતા દીકરીઓને શિલ્ડ અને આકર્ષક ભેટ અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મહિલા સંઘ અને યુવા પાંખ દ્વારા 23મો રાજપૂત શરદોત્સવનું આયોજન તા. 13 ને રવિવારના સાંજે 6-00થી 10-00 સુધી બાલભવન, કિસાનપરા ચોક પાસે, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના મુખ્ય દાતા હરિશચંદ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (હસુભા) ઘંટેશ્ર્વર તથા માતોશ્રી પાર્ટી પ્લોટ સુરેન્દ્રનગર તરફથી સહયોગ પ્રાપ્ત થયો છે.સ્વ. રાજેન્દ્રસિંહ જશુભા જેઠવા પાંડાવદર હ. કિશોરસિંહ જેઠવા તરફથી વિજેતા થયેલી દીકરીબાઓને શિલ્ડ આપવામાં આવશે તેમજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તરફથી આકર્ષક ભેટ આપવામાં આવશે. સ્પોન્સરમાં કેએપીએસ ગ્રુપ પી. ટી. જાડેજા, અક્ષિતસિંહ જાડેજા, શત્રુજ્ઞસિંહ ઝાલા ચુડવા, રાજદિપસિંહ જાડેજા, અમરદિપસિંહ જાડેજા વાવડી, પૃથ્વીસિંહ ઝાલા લખતર, બાલાજી થાળ રાજકોટ, શક્તિસિંહ ઝાલા ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ તેમજ ગીતા સાડીઝ રાજકોટ તરફથી સહયોગ મળ્યો છે.
- Advertisement -
દરેક ગ્રુપમાં પ્રથમ 1થી 3 અને વેલડ્રેસ એમ કુલ 4 ઈનામો આપવામાં આવશે. એ-ગ્રુપ વર્ષ 5થી 15, બી ગ્રુપ વર્ષ 16થી 25 તથા સી ગ્રુપ વર્ષ 26થી ઉપરના બહેનોએ સમયાંતરે રમવાનું રહેશે. પહેલું ગ્રુપ 6-30 શરૂ કરવામાં આવશે. સર્વશ્રેષ્ઠ દીકરીબાને એક બમ્પર પ્રાઈઝ પણ આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિવિશેષ ડો. જયેન્દ્રસિંહ જાડેજા, જયપાલસિંહ રાઠોડ આઈપીએસ, દિગ્વિજયસિંહ ડી. જાડેજા, રાજપૂત સમાજના દરેક સંસ્થાના અગ્રણીઓ, દાતાઓ, ઉદ્યોગપતિઓ, પોલીસ અધિકારીઓ, પ્રેસ પ્રતિનિધિઓ અને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાંથી બહોળી સંખ્યામાં રાજપૂત ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહેશે. સતત 23 વર્ષથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ રાજકોટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. ફકત રાજપૂત બહેનો જ આ કાર્યક્રમમાં રાસ રમી શકશે. રાજકોટ ખાતે અન્ય કાર્યક્રમમાં તા. 23-2-25 સમુહલગ્નનું આયોજન પી. ટી. જાડેજા આશાપુરા ફાર્મ, શીતલપાર્ક ચોકડી પાસે, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલું છે. વધુ વિગત માટે પી. ટી. જાડેજા મો. 9925248248, કિશોરસિંહ જેઠવા 9925248251, હિતેન્દ્રસિંહ ઝાલા 9974099900, કિરીટસિંહ જાડેજા 9879166512, પથુભા જાડેજા 9824844156નો સંપર્ક કરી શકાશે તેમજ તા. 29-12 રવિવારના રોજ રાજકોટ જિલ્લાની વાર્ષિક શિબિર યોજાશે.
મુખ્ય આયોજન કમિટીના પી. ટી. જાડેજા ચેરમેન, કિશોરસિંહ જેઠવા પાંડાવદર ક્ધવીનર, હિતેન્દ્રસિંહ ઝાલા કોઠારીયા ક્ધવીનર, કિરીટસિંહ જાડેજા સહક્ધવીનર મોટાભેલા, પથુભા જાડેજા ખોખરી સહક્ધવીનર તથા રાજકોટ જિલ્લા અને શહેરની પૂરી ટીમ જહેમત ઉઠાવી આ કાર્યક્રમનો સફળ બનાવી રહ્યા છે. ‘ખાસ-ખબર’ની આજરોજ પી. ટી. જાડેજા, કિશોરસિંહ જેઠવા, હિતેન્દ્રસિંહ ઝાલા, કિરીટસિંહ જાડેજા, પથુભા જાડેજા, નિર્મળસિંહ ઝાલા, અક્ષિતસિંહ પી. જાડેજા, કનકસિંહ ઝાલા, શક્તિસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલાએ મુલાકાત લીધી હતી.