ઉપલેટા નગરપાલિકા દ્વારા શહેરની શાકમાર્કેટમાં ગંદકી અને કચરો ફેલાવતા વ્યાપારીઓ સામે લાલ આંખ કરી ૩૭ જેટલા વ્યાપારીઓને દંડ ફટકારવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા દ્વારા ઉપલેટા શહેરમાં આવેલ શાક માર્કેટની અંદર છેલ્લા ઘણા સમયથી ગંદકી તેમજ કચરો ફેલાતો હતો અને સ્વચ્છતા નહીં જાળવતા વ્યાપારીઓ ઉપલેટા નગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યા છે જેમાં કુલ વ્યાપારીઓ ૩૭ વ્યાપારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે.
- Advertisement -
ઉપલેટાની આ શાક માર્કેટમાં નગરપાલિકા દ્વારા અગાઉ સ્વચ્છતા જાળવવા સૂચનો આપેલ હતા પરંતુ સૂચનોનું પાલન નહિ કરી અને ગંદકી અને કચરો ફેલાવતા વ્યાપારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે અને કુલ ૧૮,૫૦૦/- રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે ઉપરાંત શાકમાર્કેટમાં ફરી કચરો ન ફેલાય તે માટે કચરા પેટીની પણ પાલિકા દ્વારા વ્યવસ્થા કરી દેવાય અને સાથે વ્યાપારીઓને ફરી કચરો અને ગંદકી નહિ ફેલાવવા અને કચરો કચરા પેટીમાં જ નાખવા કડક પણે સુચન પણ આપવામાં આવ્યું છે.