વધુ મતદાન માટે વહીવટી તંત્રના આગવા પ્રયાસ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.03
- Advertisement -
જૂનાગઢ ડોર ટુ ડોર કચરો એકત્ર કરતી ઈ રીક્ષા નો મતદાન જાગૃતિ માટે આગવી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગામડાઓમાં કચરો એકત્ર કરવા માટે ઉપયોગમાં લેવાતી ઈ – રીક્ષા દ્વારા તા.7 મે એ અચૂક મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવા માટે સંદેશ આપવામાં આવી રહ્યો છે.
કેશોદના મોટી ઘસારી, અજાબ, ચર સહિતના ગામોમાં મતદાન જાગૃતિ અર્થે આ એ રીક્ષા ડોટ ટુ ડોર ફરી રહી છે. એક રેકોર્ડેડ સંદેશ દ્વારા લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.ઉપરાંત એનઆરએલએમનો સ્ટાફ, સખીમંડળની બહેનો દ્વારા પણ મતદાન જાગૃતિ માટે ડોર ટુ ડોર થઈ રહ્યા છે અને મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે.