માતાજીનો યજ્ઞ, મહાપ્રસાદ તેમજ સન્માન સમારંભ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શ્રી ક્ષૌરકર્મ વાળંદ સમાજ સમિતિ તથા સમસ્ત વાળંદ સમાજ રાજકોટ દ્વારા 37મો હવન મહોત્સવ તા. 16ના રોજ યોજાશે. તા. 16ના સવારે વાળંદ સમાજની વાડી ખાતે માતાજીના યજ્ઞનો પ્રારંભ થશે, બપોરે 12 કલાકે બીડું હોમવામાં આવશે તેમજ સાંજે 7-30 કલાકે રમેશભાઈ પારેખ રંગમંચ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મહાપ્રસાદ અને સન્માન સમારંભ 7 કલાકે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
આ ઉપરાંત તા. 16ના સવારે 9 કલાકે વાળંદ સમાજની વાડીથી સેન મહારાજ સર્કલ સુધી શોભાયાત્રા નીકળશે.
આ તકે સમાજના આગેવાનો સહિતના મહાનુભાવો હાજરી આપી કાર્યક્રમને દિપાવશે તેવું આજરોજ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે આવેલા પ્રમુખ ગીરધરભાઈ બગથરીયા, ઉપપ્રમુખ સચીનભાઈ પરમાર, ખજાનચી લલિતભાઈ પરમાર, ભરતભાઈ ધોળકીયા, બળદેવભાઈ સોલંકી, ટીકુભાઈ ગોંડલીયા, જયેશભાઈ ગોહેલ, કાળુભાઈ ગોહેલ, રાજ ધામેલીયા, કમલેશભાઈ અમરેલીયા, ચીરાગભાઈ પોપટાણી, મુકેશભાઈ શીશાંગીયા, હીતેશભાઈ ખોરજા, પ્રકાશભાઈ પરમાર, મુકેશભાઈ સુરાણી, સતીષભાઈ પોપટાણીએ જણાવ્યું હતું.