તાલાલા હોમીઓપેથીક દવાખાનું તથા ઉમરેઠી ગીર અને આંબળાશ ગીર આયુષ્યમાન આરોગ્ય મંદિર આયોજીત સ્પર્ધામાં વિધાર્થીઓને યોગનું મહત્વ સમજાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા આયોજીત વિશ્ર્વ યોગ દિવસ અંતર્ગત તાલાલામાં ચિત્ર સ્પર્ધા અને નિબંધ લેખન કાર્યક્રમ યોજાયાં..
- Advertisement -
તાલાલા હોમિયોપેથી દવાખાનું તથા ઉમરેઠી ગીર અને આંબળાશ ગીર દ્વારા વિશ્ર્વ યોગ દિવસ ની ઉજવણી ના ભાગરૂૂપે વલ્લભાચાર્ય સ્કૂલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રસુલભાઈ ઓઠા એ યોગનું મહત્વ,યોગના ફાયદા અને યોગ કરવાથી તંદુરસ્તી અંગે વિવિધ ચિત્રના માધ્યમોથી વિધાર્થીઓને ઉપયોગી સંદેશાઓ આપ્યા હતાં.આ તકે શ્રેષ્ઠ ચિત્ર અને નિબંધ લેખનમાં ભાગ લેનાર વિધાર્થીઓને ઇનામ વિતરણ કરી અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.