માંગરોળ અધિકારીના ચાર્જમાં ચાલે છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
- Advertisement -
માણાવદરના મામલતદાર કચેરી ઉપર આવેલ સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ કચેરીમાં સોમવારના એક જ દિવસે કામ થવાની ફરિયાદો ઉઠી હતી. આજે ખાસ ખબરની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરાતા ઓફિસે તારા લટકતા હતા. આ તકે માણાવદરના કચેરીના સર્વેયર સાથે વાત કરતા જણાવ્યું હતું કે માણાવદર સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ અધિકારીની બદલી થઈ ગઈ હોવાથી જગ્યા ખાલી છે. આ જગ્યા ઉપર માંગરોળના સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટને ચાર્જ આપ્યો હોવાથી માત્ર એક દિવસ સોમવારે માણાવદર અને મંગળવારે બાંટવા કચેરી ખાતે સમય ફાળવવામાં આવેલ છે. જેથી અમે આજે મંગળવાર હોવાથી બાંટવા કચેરીનું કામ સબબ માણાવદર કચેરી બંધ હોય છે. ત્યારે ઇન્ચાર્જ અધિકારીઓથી ચાલતી આ કચેરી માત્ર સોમવારના દિવસે એક જ દિવસ કામ થતું હોવાનું સામે આવ્યું છે. અહીં રેગ્યુલર સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ અધિકારીને નિમણૂક થાય તેમ માંગ ઉઠી છે.