અભિલાષનું અક્ષયપાત્ર: અભિલાષ ઘોડા
એકપણ સુપરસ્ટાર નહીં, હીરો નહીં, હિરોઈન નહીં, વિલન નહીં છતાં શરૂથી અંત સુધી હલી પણ ના શકો તેવી ગુજરાતી ફિલ્મ એટલે કારખાનું
- Advertisement -
થોડા સમય પહેલા કવિ મિત્ર આદરણીય શ્રી કૃષ્ણ દવેનો ફોન આવ્યો, મને કહે અભિલાષભાઈ તમને મળવું છે. મી કહ્યું ચોક્કસ પધારો મારા ઘેર. અને એક બપોરે કૃષ્ણ દવે અને તેમના દીકરા પાર્થ મધુકૃષ્ણ મારા ઘેર પધાર્યા. તેમણે મને કહ્યું કે મારા દીકરાએ કેટલાક મિત્રો સાથે મળીને એક ગુજરાતી ફિલ્મ બનાવી છે અને બીજી ઓગસ્ટના દિવસે આ ફિલ્મ રિલીઝ કરવા જય રહ્યા છીએ. અને તમારી પાસેથી થોડું માર્ગદર્શન જોઈએ છે.
પછી મારી વાતોનો દોર શરૂ થયો કૃષ્ણભઈના દીકરા પાર્થ સાથે. પહેલી દસ મિનિટમાં મને પાર્થ માં રસ પડ્યો, પાર્થ એ ફિલ્મ વિષે, ફિલ્મના મેકિંગ વિષે ખૂબ રસપ્રદ વાતો કરી. અને મને આ ફિલ્મ જલ્દી જોવાની ઉત્કંઠા જાગી.
અંતે ગઈ રાત્રે શરૂથી અંત સુધી આખી ફિલ્મ જોઈ અને આખી ટીમ માટે ખૂબમાં વધી ગયું.
ફિલ્મ વિષે વાત કરીએ તો આ ફિલ્મમાં નથી કોઈ હીરો, નથી કોઈ હિરોઈન, નથી કોઈ વિલન નથી કોઈ ટઋડના ખેલ કે નથી કોઈ ચકાચોન્દ લોકેશનની ભરમાળ. ફિલ્મ નો હીરો છે ફિલ્મ ની પટકથા. અને આ સજ્જડ પટકથા સાથે બંધ બેસે તેવા મંજયેલા નખશિખ કલાકારો. ફિલ્મની ગુણવંતાને તેના બજેટને આધારે મૂળવતા ચોક્કસ ફિલ્મી પંડિતોએ આ ફિલ્મ ખાસ જોવી રહી.
- Advertisement -
મારી દૃષ્ટીએ આ ફિલ્મ, એડિટરની ફિલ્મ છે. ફિલ્મમાં અનેક પાત્રો નિભાવનાર કલાકારોમાંથી એક પણ હીરો મટિરિયલ નથી પણ અભિનય કેમ થાય તે આ ફિલ્મથી ચોક્કસ શીખવી જાય છે. અર્ચન ત્રિવેદી, મકરંદ અન્નપૂર્ણા, પાર્થ મધુકૃષ્ણ, કાજલ ઓઝા વૈદ્ય, દધિચી ઠાકર, રાજુ બારોટ, હાર્દિક શાસ્ત્રી, હર્ષદીપસિંહ જાડેજા જેવા કલાકારોએ ફિલ્મને સજ્જડ રીતે પકડી રાખી છે. ફિલ્મ વિષે આથી વધુ છણાવટ કરીશ તો તમારી ફિલ્મ જોવાની મજા બગડી જશે. એટલે સહેજ પણ વિચાર કર્યા વગર નજીકના સિનેમાઘર પર પહોંચી જાવ અને ફિલ્મ જોઈ જ નાખો. જલસૂડી પડી જશે તેની ગેરેન્ટી. ફિલ્મના દિગ્દર્શક ઋષભ થાનકીને ખોબલે ખોબલે અભિનંદન.
અસક્ષમ અધિકારી, વિભાગનું અને સરકારનું નામ બગાડી રહ્યા છે ?
રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની કમિશ્નર ઓફિસમાં હાલ સંયુક્ત નિયામક (ઉજવણી)ની જવાબદારી સાંભળતા અધિકારી પોતાની જવાબદારી ખૂબ લાપરવાહીથી નિભાવી રહ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર આ અધિકારી આ પહેલા પોરબંદર કચેરીમાં ફરજ બજાવતા હતા અને તે દરમ્યાન વર્ષ 2023માં સરકારની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય કેટલીક એજન્સીઓને અલગ અલગ કામોના વર્ક ઓર્ડર આપી દીધા હતા. જે કામો પણ દરેક એજન્સીઑ એ સમય મર્યાદામાં પૂર્ણ કરેલા છતાં આજ સુધી તે તમામ એજન્સીઓના નાણાંનું ચૂકવણું થયું નથી. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પોરબંદર સ્થિત વાહનો પૂરા પાડતી કંપની દેવરાજ કંપનીના 34.59.500, મંડપ ડેકોરેશનનું કામ કરતી કંપની શિવમ મંડપ સર્વિસના 15.26.514, ઇલેક્ટ્રિકનું કામ કરતી કંપની રોકક્ષી એટરપ્રાઈસ ના 3.81.966, ભોજનની વ્યવસ્થા કરનાર હંસાબેન ચંદુલાલ ઝાલા ના 6.40.532 એમ અંદાજિત 60.08.512 જેટલું જંગી રકમનું ચૂકવણું એક અધિકારીની લાપરવાહીને કારણે આજ સુધી અટકેલું છે. આ અધિકારીને પોરબંદરથી સીધા ગાંધીનગરમાં વડી કચેરી ખાતે સહાયક નિયામક – ઉજવણીના હોદ્દા પર મૂકવામાં આવેલ છે. હાલ સાપુતારા ખાતે ચાલી રહેલા મોન્સુન ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની જવાબદારી આ અધિકારીના હાથમાં છે ત્યારે આ કાર્યક્રમો માટે સરકારશ્રી દ્વારા ફળવાયેલું રૂપિયા 30 લાખનું બજેટ કોઈપણ નિયમોને અનુસર્યા વગર આ અધિકારીશ્રી વાપરી રહ્યા છે. મોન્સુન ફેસ્ટિવલના કાર્યક્રમોની ફાળવણી પોતાની મરજી મુજબ પોતાની જ ઓળખીતી એજન્સીઓને ફાળવી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની આબરૂના ધજાગરા ઉડાડી દીધા છે. તાજેતરમાં 15 ઓગસ્ટનું એક ટેન્ડર ટેકનિકલ કારણોસર રદ થતાં ગાંધીનગર સ્થિત આ જ વિભાગના એક નિવૃત અધિકારી અને હાલ અમદાવાદથી પ્રગટ થતાં એક દૈનિકના પત્રકારને સાવ પાયા વગરની ખોટી માહિતી આપીને વિભાગને, દૈનિક ને અને તે પત્રકારશ્રીને કફોડી પરિસ્થિતિમાં મૂકી દીધા છે તેવી પણ બિન આધારભૂત માહિતી મળેલ છે.
1 ઓગસ્ટે રિલિઝ થયેલા નખશિખ અમદાવાદી નાટક
‘તમે ડાહ્યા, અમે દોઢ ડાહ્યા’એ અમદાવાદમાં સારા નાટકો નથી બનતાનું મહેણું ભાંગ્યું
જાણીતા કલાકાર જિતેન્દ્ર ઠક્કર નો રિપોર્ટ એક ઓગસ્ટ ના રોજ અભિલાષ ઘોડા અને નીરવ શાહ નિર્મિત તથા નિશિથ બ્રહ્મભટ્ટ દિગ્દર્શિત નાટક, “તમે ડાહ્યા અમે દોઢ ડાહ્યા” નો પ્રથમ પ્રયોગ ઠાકોરભાઈ હોલ ખાતે યોજાઈ ગયો. નાટકનો પહેલો જ પ્રયોગ હોવા છતાંય જાણે 25 મો પ્રયોગ જોતા હોઈએ, એટલો તરવરાટ અને કલાકારો નો જુસ્સો જોવા મળ્યો હતો. લેખક ઋષિકેશ ઠક્કર અને સંદીપ વ્યાસ ના પહેલા જ નાટકનો હું સાક્ષી રહ્યો છું.. એ વખતની તેમની કલમ અને આજની કલમ એકદમ પુખ્ત અને પાકટ જણાય છે. એમના લેખન માં આટલા વર્ષોનો અનુભવ અને પ્રેક્ષક ની નાડ પારખવાની દૃષ્ટિ સ્પષ્ટ દેખાય છે. દિગ્દર્શક નિશિથ બ્રહ્મભટ્ટ સાથે નું તેમનું જોડાણ એકદમ પરફેક્ટ છે. એક હવેલીમાં પેદા થતો ડર અને ત્રણ મિત્રો નો અજાણી યુવતીઓ સાથેનો પ્રેમ…. ખૂબ જ રોમાંચક અને હાસ્ય ની છોળો ઉડાડતો બની રહે છે.. કલાકારોમાં ગૌરાંગ જેડી, પ્રથા ટુકડીયા, યોગીતા પટેલ, બ્રિજેશ સોલંકી, ઈશીતા કાલે, મનન ખસાણી, તન્મય ખરસાણી, ભાર્ગવ પરમાર ખૂબ જ અસરકારક રહ્યા. તમામ કલાકારો નો અભિનય ઉત્તમ કક્ષાનો કહી શકાય તેવો હતો. ક્યાંય કચાશ જોવા મળી નહીં. અમદાવાદ કે મુંબઈનું નાટક છે, તેવી સરખામણી હવે નિરર્થક છે. આ નાટક તાજેતરમાં જોયેલા જોયેલા કોમેડી નાટકોમાં સર્વશ્રેષ્ઠ કહી શકાય તેવું મારું અંગત માનવું છે. તન્મય ખરસાણી અને મનન ખરસાણી અમુક દ્રશ્યોમાં તો ખૂબ જ અદભુત રહ્યા.. એમાં તન્મયને બાળ કલાકાર તરીકે જોયેલો અને આજે તે એક સરસ મજાનો આત્મવિશ્વાસ ધરાવતો કોમેડી કલાકાર સાબિત થયો છે. ગૌરાંગ જેડી પણ ખૂબ મજા કરાવે છે. આખી ટીમ અભિનંદન ની અધિકારી છે. નાટકનો પ્રકાશ આયોજન હેરી એ ખૂબ જ સરસ કર્યું છે. અંકિત પટેલ નું સંગીત સંકલન પણ અભિનંદન ને પાત્ર છે. નાટકના રસિયાઓએ આ નાટક અચૂક જોવું જ રહ્યું. માત્ર ગલગલીયા કરાવતા સંવાદો થી હસાવતું આ નાટક નથી,આ એક સિચ્યુએશન કોમેડી કહી શકાય. ફરી એકવાર આખી ટીમને લાખ લાખ અભિનંદન!