યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ સવાલ કર્યો કે આખરે શું કારણ છે કે ભારત, જાપાન, બ્રાઝીલ એ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્યો નથી.
યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર પર પોતાની ભડાસ કાઢી. તેમણે કહ્યું કે યૂક્રેન પર રશિયાના આક્રમણને ઘણા મહિનાઓ થઇ ચુક્યા છે પણ અત્યાર સુધી સંયુક્ત રાષ્ટ્ર તરફથી કોઈ ઉપાય મળ્યો નથી. આટલું જ નહીં, ઝેલેન્સકીએ પૂછ્યું કે આખરે શું કારણ છે કે ભારત, જાપાન, બ્રાઝીલ એ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્યો નથી. ઝેલેન્સકીએ કહ્યું કે એ દિવસ જરૂર આવશે જ્યારે આનો ઉપાય નીકળશે. યૂક્રેનના રાષ્ટ્રપતિએ બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વૈશ્વિક નેતાઓની સામાન્ય દલીલો દરમિયાન, પોતાના પૂર્વ – રેકોર્ડેડ સંદેશમાં કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રમાં સુધાર માટે ઘણી વાતો થઈ ગઈ છે. આ બધું કેવી રીતે નીપટશે? કોઈ પરિણામ ન આવ્યું.
- Advertisement -
તેમણે કહ્યું કે અમારા શાંતિ સૂત્રને ધ્યાનથી જોવા પર તમે મેળવશો કે તેનો અમલ પહેલાથી જ સંયુક્ત રાષ્ટ્રના વાસ્તવિક સુધાર હેઠળ થયો છે. અમારું સૂત્ર સાર્વભૌમિક છે, અને દુનિયાને ઉત્તરથી લઈને દક્ષીણ સુધી જોડે છે. આ દુનિયાનાં એ લોકોનાં પ્રતિનિધિત્વને વધારવાને પ્રોત્સાહિત કરે છે, જેને ક્યારેય સાંભળવામાં આવ્યા નથી. તેમણે કહ્યું કે આ વાત માત્ર યુક્રેન કહી રહ્યું છે. શું તમે ક્યારેય રશિયા પાસેથી આવા શબ્દો સાંભળ્યા છે? જ્યારે તે સુરક્ષા પરિષદનું સ્થાયી સદસ્ય છે. ક્યા કારણે? આખરે શું કારણ છે કે જાપાન, બ્રાઝીલ, ભારત, તુર્કી, જર્મની કે યુક્રેન આના સદસ્ય નથી. એ દિવસ જરૂર આવશે જ્યારે આ મામલાનો ઉપાય નીકળશે.
#WATCH | "India is strongly reiterating the need for an
immediate cessation of all hostilities and a return to dialogue
and diplomacy," says EAM Dr S Jaishankar at UNSC briefing on Ukraine pic.twitter.com/99QvAgsl9r
— ANI (@ANI) September 22, 2022
- Advertisement -
સુરક્ષા પરિષદમાં સુધારાઓ પર ભાર આપે છે ભારત
જણાવી દઈએ કે ભારત સંયુક્ત રાષ્ટ્રમાં સુરક્ષા પરિષદમાં તાત્કાલિક બાકી સુધારા પર ભાર મુકવાના પ્રયત્નોમાં સૌથી આગળ રહ્યું છે. ભારતે ખુદ પણ આ વાત પર વજન આપ્યું છે કે તે સુરક્ષા પરિષદનાં સ્થાયી સદસ્યના રૂપમાં સ્થાન મેળવવાનું હકદાર છે. વર્તમાનમાં, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સદસ્ય પાંચ અને ગેર સ્થાયી 10 સદસ્ય દેશો સામેલ છે, જેને સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા બે વર્ષના કાર્યકાળ માટે ચૂંટવામાં આવે છે. પાંચ સ્થાયી સદસ્યોમાં રશિયા, બ્રિટેન, ચાઈના, ફ્રાંસ અને સંયુક્ત રાજ્ય અમેરિકા સામેલ છે. આ દેશો પાસે કોઈપણ મૂળ પ્રસ્તાવને વીટો (રોક લગાવવાની) શક્તિ છે. હાલમાં જ સ્થાયી સદાસ્યોની સંખ્યા વધારવાની માંગ વધી રહી છે.
ભારત યુએનએસસીનું કાયમી સભ્ય ન હોવું વૈશ્વિક સંસ્થા માટે સારું નથી: જયશંકર
વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે ભારતનું સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સ્થાયી સદસ્ય ન હોવું, એ માત્ર આપણા માટે જ નહીં પણ વૈશ્વિક સંસ્થાઓ માટે પણ સારું નથી તથા આમાં સુધારો પહેલા જ આવી જવો જોઈતો હતો. જયશંકરને પૂછવામાં આવ્યું હતું કે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સ્થાયી સદસ્ય બનવામાં કેટલો સમય લાગશે? તેમણે કહ્યું કે તેઓ ભારતને સ્થાયી સદસ્યતા અપાવવા માટે કામ કરી રહ્યા છે. તેમણે બુધવારે કહ્યું કે જ્યારે હું કહું છું કે હું આના પર કામ કરી રહ્યો છું, એનો અર્થ છે કે હું આ બાબતને લઈને ગંભીર છું.