દરેક મગજ સૂક્ષ્મતમ અણુઓથી બનેલા છે અને અણુઓ વર્ષો પહેલા અસંખ્ય પ્રકાશવર્ષ દૂરના તારાઓના હૃદયમાં સ્થિત હતા
તમે જો એવુ માનતા હો કે આરોગ્ય વિજ્ઞાને જીવનના ઘણા ખરા રહસ્યો સમજી લીધા છે તો તમે ભૂલ ખાવ છો સાહેબ! આવું માની કોઈ સાવ નવા, અજાણ્યા અને ચમત્કૃતિ ભર્યા જીવનના રહસ્યોની ખોજમાં તમે ચોતરફ ભટકી રહ્યા હો તો એક વાત સમજો કે તમારે આવી દોડધામ કરવાની કોઈ જરૂરત નથી. તબીબી વિજ્ઞાન માનવ શરીરની કામગીરીની કેટલીયે બાબતો અંગે હજુ કાઈ જાણતું નથી. અહી આવી કેટલીક સૌથી અજાયબી ભરી વાતો વીશે થોડી ચર્ચા કરી છે.
ચિમ્પાન્ઝીના શરીર પરથી તમામ વાળ દૂર કરી તેના શરીરના ગળાથી કમ્મર સુધીના હિસ્સાનું અવલોકન કરશો તો ઘડીભર એ ખ્યાલ જ નહી આવે કે તે માણસ નથી! બન્ને પ્રજાતિઓની સ્નાયુબદ્ધતા અત્યંત સમાન છે, પરંતુ કોઈક રીતે સેન્ટીમીટર દીઠ ચિમ્પાન્ઝી મનુષ્ય કરતાં ત્રણથી ચાર ગણા વધુ મજબૂત અને જોરાવર હોય છે. આવું કેમ? શરીરનું કદ અને સ્નાયુઓનું ગઠીલાપણું આટલું બધું એક સરખું હોવા છતાં શારીરિક ક્ષમતામાં આટલો તફાવત કેમ? આપણે આપણા સહુથી વધુ નજીકના હોમિનિડ સંબંધી કરતા આટલા નબળા કેમ? એક એવો ખુલાસો કરવામાં આવે છે કે કદાચ આપણા સ્નાયુઓના જોડાણ બિંદુઓ સૂક્ષ્મ રીતે તેમનાથી અલગ છે, અથવા આપણા સ્નાયુ તંતુઓ ઓછી ઘનતા ધરાવે છે. જે કાઈ હોય પણ તેના પરિણામે માનવી વામણો બની રહે છે. આફ્રિકાના જંગલમાં કરેલા નિરીક્ષણોની વાત કરતા વૈજ્ઞાનિકો એ કહ્યું હતું કે 85-પાઉન્ડની માદા ચિમ્પને તેની આંગળીના ટેરવાથી એક વિશાળ વૃક્ષની ડાળીઓ ખેંચતી તેઓએ જોઈ છે. વૈજ્ઞાનિકો પોતાના બન્ને હાથનો ઉપયોગ કરીને પણ આ ડાળીઓ હટાવી શક્યા ન્હોતા! તાકાતની આ અસમતુલાનું રહસ્ય વૈજ્ઞાનિકો હજુ સમજી શક્યા નથી.
- Advertisement -
મોટા ભાગના લોકો જમણેરી કેમ !
દુનિયામાં ડાબોડીઓની સંખ્યા ઓછી હોવા કરતાં વધુ રહસ્યમય વાત એ છે કે શા માટે માનવોનો પ્રથમ એટલે કે જમણો હાથ ડાબા હાથ કરતા ઘણી વધુ તાકાત ધરાવે છે, બન્ને હાથમાં સરખી તાકાત હોવાને બદલે જગતમાં બહુમતી લોકોનો ડાબો હાથ પોતાના જમણા હાથથી સાવ નબળો કેમ હોય છે!
હજજારો લોકોનું અવલોકન કરી જુઓ, એ વાત સમજાઈ જશે કે 10માંથી નવ લોકો જમણેરી હોય છે. દુનિયામાં ડાબોડીઓની સંખ્યા ઓછી હોવા કરતાં વધુ રહસ્યમય વાત એ છે કે શા માટે માનવોનો પ્રથમ એટલે કે જમણો હાથ ડાબા હાથ કરતા ઘણી વધુ તાકાત ધરાવે છે. બન્ને હાથમાં સરખી તાકાત હોવાને બદલે જગતમાં બહુમતી લોકોનો ડાબો હાથ પોતાના જમણા હાથથી સાવ નબળો કેમ હોય છે! માત્ર એક જ હાથ શા માટે શ્રેષ્ઠ મોટર કૌશલ્ય ધરાવતો હોય છે?!? એક થિયરી મુજબ બોલવા માટે કાર્ય કરતું મિકેનીઝામ મગજની જે બાજુમાં હોય છે ત્યાં જ્ઞાનતંતુઓનું જટિલ વાયરિંગ (જેને સારી મોટર કુશળતાની પણ જરૂર હોય છે) હોવાને કારણે હાથવગી પરિણમે છે. કારણ કે સ્પીચ સેન્ટર સામાન્ય રીતે મગજના ડાબા ગોળાર્ધમાં સ્થિત હોય છે – શરીરની જમણી બાજુએ વાયર્ડ બાજુ – મોટાભાગના લોકોમાં જમણો હાથ પ્રભાવશાળી બને છે. જો કે, આ સિદ્ધાંતને એ હકીકતથી મોટો ફટકો પડે છે કે બધા જમણા હાથના લોકો ડાબા ગોળાર્ધમાં સ્પીચને નિયંત્રિત કરતા નથી, જ્યારે અડધા ડાબોડીઓ કરે છે.
અન્ય માદા પ્રાણીના સ્તન એક સમયે સુકાઈને નાના થઈ જાય છે, આપણી સ્ત્રીઓના નહી
અન્ય તમામ માદા પશુની જેમ સ્ત્રીઓના સ્તનો જ્યારે તેઓ પોતાના નવજાત શિશુઓને સ્તનપાન કરાવતી હોય ત્યારે દૂધથી ભરેલા રહે છે. પરંતુ ફક્ત માનવ સ્ત્રીના સ્તન અન્ય સમયે પણ ઉન્નત ભરાવદાર રહેતા હોય છે. વૈજ્ઞાનિકો એ વાત પર સહમત થઈ શકતા નથી કે સ્ત્રીઓના “કાયમી રીતે ભરાવદાર સ્તનો” પાછળનું કારણ શું છે – અથવા તેની પાછળનો આશય શું છે. મોટાભાગના ઉત્ક્રાંતિવાદી જીવવિજ્ઞાનીઓ માને છે કે સ્તનો પુરુષો માટે આકર્ષણનો હેતુ પૂરો પાડે છે. આ વૈજ્ઞાનિકોનું માનવું છે કે ભરાવદાર સ્તનના કારણે જ પુરુષોમાં સ્ત્રી સાથે જોડાવાની વૈચારિક પ્રક્રિયાનો આરંભ થાય છે. જોકે નૃવંશશાસ્ત્રીઓનું કહેવું છે કે સ્ત્રીઓને ભરાવદાર સ્તનો આપવા પાછળ પ્રકૃતિનો આશય પુરુષો માટે આકર્ષણ પૂરું પાડવાનો નથી. અનેક સંસ્કૃતિઓમાં આવા મોટા સ્તનથી પુરુષો આકર્ષતા નથી અને તેઓમાં સ્વસ્થ ઉન્નત સ્તનને સેક્સી ગણવામાં આવતા નથી. કેટલાક વૈજ્ઞાનિકો કહે છે કે માનવીના મોટા કદના મગજને પોષણ આપવા માટેની ફેટનો સંગ્રહ આ સ્તનમાં થતો હોય છે. જોકે આ નિષ્કર્ષને પણ વ્યાપક સ્વીકૃતિ મળી નથી.
પ્રજનન અંગોના વાળ ઘુઘરાળા શા માટે!
વૈજ્ઞાનિકો હજુ એ સમજી શક્યા નથી કે છોકરી છોકરા પુખ્ત ઉંમરના થવા આવે ત્યારે તેમના પ્રજનન અંગોની આસપાસ ઊગી નીકળતા જાડા બરછટ કડક ઘુઘરાળા વાળનું રહસ્ય શું છે! વળી આ વાળ ત્યારબાદ જિંદગીભર તેમની સાથે રહે છે!
જ્યારે પ્યુબ્સની વાત આવે છે ત્યારે થિયરીઓ ભરપૂર છે. કેટલાક કહે છે કે આ બરછટ, સર્પાકાર ટેન્ડ્રીલ્સ જાતીય આભૂષણો છે, તે જાતીય પરિપક્વતાની અનુભૂતિ આપે છે, કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે શરીરના આ અગોચર હિસ્સામાં વાળની આ ઝાડીમાં પરસેવાના તત્વોના ઉપયોગથી જાતીય ઉત્તેજના પેદા કરતું ફેરોમોન્સ નામનું રસાયણ ઉત્પન્ન થાય છે. બીજા કેટલાક વૈજ્ઞાનિકો કહે છે કે તેના કારણે આ જગ્યા હુંફાળી રહે છે.અન્ય લોકો દાવો કરે છે કે આ વાળ સમાગમ વખતે પેડિંગ તરીકેનું કામ આપે છે, તે સેક્સ દરમિયાન ચાફિંગ અટકાવે છે.કારણ ગમે તે હોય, મોટા ભાગના આધુનિક લોકો આ વાળ કઢાવી નાખતા હોય છે.
- Advertisement -
આપણા શરીરનો ઘણો બધો હિસ્સો આપણો નથી ને ત્યાં કોઈ અન્યનો જ અડ્ડો છે! આ અન્ય એટલે બેક્ટેરિયા!
બેક્ટેરિયા શું છે
આપણા શરીરનો ઘણો બધો હિસ્સો આપણો નથી ને ત્યાં કોઈ અન્યનો જ અડ્ડો છે! આ અન્ય એટલે બેક્ટેરિયા! શરીરના પ્રત્યેક કોષ દસ સૂક્ષ્મજીવાણુઓ શરીરની અંદર રહેતા હોય છે, આ હેંગર-ઓન સામૂહિક રીતે શરીરના કુલ વજનમાં 1 થી 3% નો હિસ્સો ધરાવે છે. આમાંના કેટલાક જીવજંતુઓ આપણી ત્વચાને સ્વરછ કરે છે જ્યારે કેટલાક ખોરાકને પચાવવામાં મદદ કરે છે, પરંતુ આ સૂક્ષ્મજીવાણુઓનો મોટો ભાગ અજ્ઞાત રીતે આપણા શારીરિક કાર્યોમાં ફાળો આપે છે. સ્વસ્થ લોકો હાનિકારક વાઈરસ પણ બહુ ઓછાં પ્રમાણમાં હોય છે. જે આપણને બીમાર કરવા ઉપરાંત કંઈક બીજી અજ્ઞાત કામગીરી પણ કરે છે.
આપણને હવે છેક સમજાયું છે કે એન્ટિબાયોટિક્સના પરિણામે આપણાં આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાનો ખાત્મો બોલી ગયા બાદ આપણે ટાઇપ.1 ડાયાબિટીસ, સોરિયાસિસ જેવા રોગ પાળી બેસી છીએ. હાલમાં કોરીના વેક્સિન, વાયરસ અંગે જોરશોરથી ચર્ચાઓ ચાલે છે. આ બધું સાંભળી વાચી સામાન્ય માણસ આધુનિક તબીબી વિજ્ઞાનથી ઘણો અભિભૂત થઈ જાય છે પણ સાચી વાત તો એ છે કે વાઈરસ બાબતે સંપૂર્ણ માનવજાતની સમજ અતી પછાત છે. વાયરસ આપણા માટે શું કરે છે?” કોલંબિયા યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજી અને ઇમ્યુનોલોજીના પ્રોફેસર વિન્સેન્ટના કહેવા મુજબ વૈજ્ઞાનિકો સહજીવનના તેમના અભ્યાસમાં વાઈરસની ભૂમિકા સમજવામાં નિષ્ફળ રહ્યા છે.
આંતરડાનું એપેન્ડિક્સ શું છે
અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે કૃમિ આકારના આ અંગની અપ્રસ્તુતિઓ એ હકીકતથી પુરવાર થાય છે કે તેને દૂર કરવાથી શરીરની કામગીરીમાં કોઈ સ્પષ્ટ અવ્યવસ્થા જણાતી નથી. જોકે જીવવિજ્ઞાનીઓએ તાજેતરમાં તેની નિરર્થકતાની લાંબા સમયથી ચાલતી ધારણા પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું છે. કેટલાક સૂચવે છે કે તે ગર્ભના વિકાસ દરમિયાન રોગપ્રતિકારક શક્તિ કેળવવામાં મદદ કરી શકે છે. અન્ય સંશોધનો સૂચવે છે કે આ અંગ બેક્ટેરિયા માટે એક એવા “સુરક્ષિત ઘર” તરીકે કામ કરે છે જે પાચનમાં મદદ કરે છે, જેમાં સૂક્ષ્મજીવાણુઓનો એક એવો ગુપ્ત સંગ્રહ હોય છે જે ઝાડામાં આંતરડાના ખાલી થયા પછી પાચનતંત્રના બાકીના ભાગમાં ફરી ભરે છે. ‘એપેન્ડિક્સ’ શબ્દનો અર્થ થાય છે, ‘પછીનો વિચાર!’
હું જ શા માટે?
“હ્યુમન બ્રેઈન પ્રોજેક્ટ”, મગજ કેવી રીતે કાર્ય કરે છે અને શા માટે નિષ્ફળ જાય છે તે અંગેની આપણી સમજને આગળ વધારવા માટે વર્ચ્યુઅલ મગજ બનાવવાની યોજના ધરાવે છે.
આપણા મગજમાં 100 ટ્રિલિયન ન્યુરલ કનેક્શન કેવી રીતે એક સાથે સંકલનમાં કામ કરે છે કે જેથી આપણે જીવંત હોવાની અનુભૂતિ પામી છીએ? ઘણા મહાન ચિંતકો ચેતનાને કેવળ માનવના સંદર્ભનું જ નહીં બલ્કે સંપૂર્ણ બ્રહ્માંડનું સૌથી મોટું રહસ્ય માને છે. ન્યુરોસાયન્ટિસ્ટ તરીકે વી.એસ. રામચંદ્રન કહે છે, ” મારા તમારા આપણાં સહુનાં સહિત દરેક દરેક મગજ સૂક્ષ્મતમ અણુઓથી બનેલા છે. આ અણુઓ અબજો વર્ષો પહેલા અસંખ્ય, દૂરના તારાઓના હૃદયમાં સ્થિત હતા. આ કણોને યુગો અને પ્રકાશ-વર્ષો પર્યત ગુરુત્વાકર્ષણ અને અકળ તકો તેમને અહીં એકસાથે લાવી છે. આ અણુઓ હવે એક સમૂહ બનાવે છે તમારું મગજ જે તેને જન્મ આપનાર તારાઓ વિશે જ વિચારી શકતું નથી પણ તેની પોતાની વિચારવાની ક્ષમતા વિશે પણ વિચારી શકે છે અને તેની પોતાની આશ્ર્ચર્ય કરવાની ક્ષમતા વિશે પણ વિચારી શકે છે. માનવીના આગમનથી, એવું કહેવાય છે કે, બ્રહ્માંડ અચાનક પોતાના વિશે સભાન થઈ ગયું છે. આ, ખરેખર, બધામાં સૌથી મોટું રહસ્ય છે.”