આજકાલ એશિયન ગેમ્સ બહુ ચર્ચાતો અને કાને પડતો વિષય છે. પરંતુ એશિયન ગેમ્સ શું છે અને તેના ઇતિહાસ શું છે એ બહુ ઓછા લોકો જાણતા હશે. રમત બાબતે ભારતીયોની એબીસિડી ‘સી’ ફોર ક્રિકેટથી શરુ થઈને ‘સી’ પર જ પુરી થઈ જાય છે. ક્રિકેટ પહેલા ખોળાનો દીકરો અને બાકી બધીય રમત અવગણના પામેલી હોવાથી એશિયન ગેમ્સની વિવિધ રમતોમાં જીતવું કેટલું કઠિન છે અને તેમાં ક્વોલિફાઈ થવું એ પણ કેવડી મોટી વાત કહેવાય એનો આપણને અંદાજો જ નથી.
એશિયન ગેમ્સને ટૂંકમાં ‘એશિયાડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમગ્ર એશિયામાં આ સૌથી મોટી રમત સ્પર્ધા છે. એશિયન ગેમ્સ, એશિયન દેશોની પરસ્પર સમાનતા અને એકતાનું પ્રતીક, બહુરાષ્ટ્રીય રમતોત્સવ છે જેનું આયોજન એશિયન સ્પોર્ટ્સ ફેડરેશનના સભ્ય દેશો દ્વારા દર ચાર વર્ષના અંતરાલમાં કરવામાં આવે છે. એશિયાના વિવિધ દેશોના ખેલાડીઓ જ તેમાં ભાગ લે છે.
બીજા વિશ્ર્વયુદ્ધ પછી જેમ જેમ વધુ એશિયાઈ દેશોએ સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ મેળવ્યું તેમ તેમ એશિયન દેશો વચ્ચે સંપ્રભુતા સ્થાપના હેતુ કોંટીનેન્ટલ રમત-ગમતનું આયોજન કરવાનું શરૂ કર્યું
રસપ્રદ વાત એ છે કે, એશિયન ગેમ્સની શરૂઆત અગાઉ ઓરિએન્ટલ ઓલિમ્પિક્સ તરીકે ઓળખાતી ફાર ઈસ્ટર્ન ચેમ્પિયનશિપ ગેમ્સ(1913 થી વર્ષ 1934)ના સ્થાને થઈ હતી.
બીજા વિશ્ર્વયુદ્ધ પછી જેમ જેમ વધુ એશિયાઈ દેશોએ સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ મેળવ્યું તેમ તેમ એશિયન દેશો વચ્ચે સંપ્રભુતા સ્થાપના હેતુ કોંટીનેન્ટલ રમતગમતનું આયોજન અથવા ફાર ઈસ્ટર્ન ચેમ્પિયનશિપની પુન:સ્થાપના કરવાની જરૂરિયાત અનુભવાઈ. 1947માં આ વિચારને વધુ બળ મળ્યું જ્યારે ભારતની આઝાદીના થોડા સમય પહેલા નવી દિલ્હીમાં આયોજિત એશિયન રિલેશન કોન્ફરન્સમાં (ખેલ પ્રબંધક ગુરુદત્ત સોંધીનું સૂચન હતું)તેની ચર્ચા થઈ, જ્યાં લગભગ તમામ એશિયન દેશોના પ્રતિનિધિઓ હાજર હતા. આ સમિટનું નેતૃત્વ જવાહરલાલ નેહરુએ કર્યું હતું, જેઓ બાદમાં ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા.અને પ્રખ્યાત ભારતીય કવયિત્રી/રાજકીય કાર્યકર્તા સરોજિની નાયડુએ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. ત્યારબાદ લંડનમાં આયોજિત 1948 ઓલિમ્પિક રમતોના પ્રસંગે, ભારતીય ઓલિમ્પિક સમિતિના પ્રતિનિધિ અને પ્રખ્યાત રમત પ્રબંધક ગુરુ દત્ત સોંધીના નેતૃત્વ હેઠળ એશિયન ગેમ્સ ફેડરેશન (અૠઋ)ની રચના કરવામાં આવી હતી. આ સંસ્થાએ એશિયન ગેમ્સની પ્રથમ આવૃત્તિના આયોજનની જવાબદારી પણ સંભાળી હતી.
કેટલાક રોચક તથ્યો
– ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા એશિયન ઓલિમ્પિક કાઉન્સિલ – હેડક્વાર્ટર – કુવૈત શહેર (કુવૈત)માં સ્થિત છે.
– એશિયન ગેમ્સનું પ્રતીક 16 કિરણો સાથે લાલ રંગનો તેજસ્વી સૂર્ય છે અને તેની ડિસ્કની મધ્યમાં એક સફેદ વર્તુળ છે જે એશિયન લોકોની સદાય ઝળહળ, ઉદાત માનવીય ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે.
– જવાહરલાલ નહેરુએ એશિયન ગેમનો મોટો સ્લોગન(ઉદ્દેશ)ઊદયિ ઘક્ષૂફમિત, સદૈવ પ્રગતિશીલ, આપ્યું હતું.
– એશિયન ગેમ્સમાં ભારતના પ્રથમ સુવર્ણ ચંદ્રક વિજેતા હતાં સચિન નાગ જેમણે પુરુષ 100 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ 1951- પ્રથમ એશિયન ગેમ્સમાં મેડલ મેળવ્યું હતું
– એશિયન ગેમ્સમાં ભારતની પ્રથમ મહિલા ગોલ્ડ મેડલ વિજેતા કમલજીત સંધુએ 400 મીટર રેસમાં 1970-6ઠ્ઠી એશિયન ગેમ્સ (બેંગકોક)
– એશિયન ગેમ્સની 1970-6ઠ્ઠી આવૃત્તિમાં પ્રથમ વખત રમતોનું સમગ્ર વિશ્ર્વમાં ટેલિવિઝન પ્રસારણ થયું હતું.
– એથલીટે એશિયન ગેમ્સના ઈતિહાસમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીતવાનું સન્માન સિંગાપોરના નીઓ ચ્વી કોકે મેળવ્યું
– તેણે સ્વિમિંગ ફ્રી સ્ટાઇલની તમામ 4 ઇવેન્ટ, 400 મીટર, 800 મીટર, 1500 મીટર અને 4ડ્ઢ100 મીટર રિલેની ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ ઇવેન્ટમાં 4 ગોલ્ડ મેડલ જીતી એશિયન ગેમ્સમાં સૌથી વધુ મેડલ મેળવનાર એથ્લેટ બનવાનું સન્માન મેળવ્યું
થાઈલેન્ડ એશિયન ગેમ્સનું અન્ય કોઈપણ રાષ્ટ્ર કરતાં વધુ વખત આયોજન કરનાર પ્રથમ રાષ્ટ્ર બન્યું. ચાર વખત
– બેંગકોક (થાઈલેન્ડની રાજધાની) ખાતે યોજાયેલી તમામ 4 વખતની રમતો 1966-5મી એશિયન ગેમ્સ, 1970-6મી એશિયન ગેમ્સ, 1978-8મી એશિયન ગેમ્સ અનર 1998-13મી એશિયન ગેમ્સ. આ તમામ ચાર રમતો સત્તાવાર રીતે એશિયન ગેમ્સ ભૂમિબોલ અદુલ્યાદેજ (તત્કાલીન થાઇલેન્ડના રાજા) દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેથી એશિયન ગેમ્સ સત્તાવાર રીતે સૌથી વધુ વખત ઉદ્ઘાટન કરવાનું શ્રેય ભૂમિબોલ અદુલ્યાદેજને મળે છે.
– 1994-હિરોશિમા, જાપાન 12મી એશિયન ગેમ્સ રાજધાની સિવાયના શહેરમાં આયોજિત થનારી પહેલી એશિયન ગેમ્સ હતી.
– માસ્કોટ – 1982 એશિયન ગેમ્સમાં ભારતે તેનો માસ્કોટ અપ્પુ (એક બાળ હાથી) રાખ્યો હતો જે એશિયન ગેમ્સ માટેનો પ્રથમ માસ્કોટ હતો. ત્યારબાદ એશિયન ગેમમાં માસ્કોટ રાખવાની શરુઆત થઈ.
– 1982 9મી એશિયન ગેમ્સ દૂરદર્શન (ભારત સરકાર દ્વારા) રાષ્ટ્રીય પ્રસારણ (ડીડી રાષ્ટ્રીય) પ્રથમ વાર રજૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે જ કલર ટીવી પણ શરુ થયું હોવાથી લોકોમાં અનેરો રોમાંચ હતો.
– શરૂઆતની તમામ 8 એશિયન ગેમ્સમાં જાપાન ટોચના સ્થાને હતું, ત્યારબાદ અત્યાર સુધીની લએશિયન ગેમ્સની કુલ મેડલ ગણતરી બાદ તમામ એશિયન ગેમ્સમાં ચીન ટોચના સ્થાને રહ્યું છે.
– કબડ્ડીએ 1982 એશિયન ગેમ્સ (નવી દિલ્હી)માં એક્સુબીશન સ્પોર્ટ્સ તરીકે પ્રથમ દેખાવ કર્યો હતો.
– 2018માં – ઇન્ડોનેશિયામાં યોજાયેલી 18મી એશિયન ગેમ્સમાં પ્રથમ વખત ભારતની પુરૂષ અને મહિલા કબડ્ડી ટીમ સુવર્ણ મેડલ જીતવાનું ચૂકી ગઇ. 2018 એશિયન ગેમ્સમાં બંને કબડ્ડી ગોલ્ડ મેડલ ઈરાને (પુરુષ અને મહિલા) જીત્યા
– ટ્રેક અને ફિલ્ડની ઇન્ડિયન ક્વિન પી.ટી. ઉષાએ એશિયન ગેમ્સમાં શ્રેષ્ઠ આપ્યું છે તેણે 1882, 1986, 1990, 1994 ચાર એશિયન ગેમ્સમાં ભાગ લીધો જેમાં કુલ 11 મેડલ જીત્યા હતા.
ભારતને 41 વર્ષ બાદ ઘોડેસવારી ઈવેન્ટમાં પહેલો ગોલ્ડ મેડલ મળ્યો છે
ભારતે અત્યાર સુધીમાં 25 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બ્રોન્ઝ મેડલ જીત્યા છે
– ભારતના તેજસ્વિન શંકરે આ વખતે મેન્સ ડેકાથલોન ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. 1974 પછી એશિયન ગેમ્સની મેન્સ ડેકાથલોન ઈવેન્ટમાં ભારતનો આ પહેલો મેડલ છે. આ અગાઉ વિજય સિંહ ચૌહાણે 1974 એશિયન ગેમ્સમાં આ ઈવેન્ટમાં મેડલ જીત્યો હતો. (જણાવી દઈએ એ કે ડેકેથલોન ઇવેન્ટમાં એક જ ખેલાડીએ બે દિવસમાં અલગ અલગ દસ રમતોમાં પ્રદર્શન કરવાનું હોય છે)
– એશિયન ગેમ્સ 2022ના ત્રીજા દિવસે ભારતે તેનો ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો અને તે ઘોડેસવારીમાં હતો. ભારતને 41 વર્ષ બાદ ઘોડેસવારી ઈવેન્ટમાં પહેલો ગોલ્ડ મેડલ મળ્યો છે.
આમ, છેલ્લા લગભગ 60 વર્ષોથી યોજાતા, ઓલિમ્પિક પછી વિશ્ર્વના સૌથી મોટા રમત સમારોહમાં એશિયાઈ રમતના આ મહાદ્વીપીય મહાકુંભના જનક ભારતનાં શિક્ષણવિદ અને ખેલ પ્રબંધક ગુરુદત્ત સોંધી છે. લાહૌર ગવર્નમેન્ટ કોલેજમાં પ્રચાર્ય સોન્ધીએ સૌથી પહેલા ઓલિમ્પિક ગેમ્સની તરાહ પર એશિયાઈ ગેમ્સની વિભાવના રાખી હતી. પરિણામે 1950થી ઓલિમ્પિકની પરંપરા મુજબ દર ચાર વર્ષે એશિયાઈ રમત યોજવાનું નક્કી થયું. આ સમારોહ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર 1950માં યોજાવાનો હતો પરંતુ તૈયારીમાં વિલંબને કારણે તે 1951માં યોજવામાં આવ્યો. અને તેનો પ્રથમ યજમાન દેશ ભારત હતો. ન્યુ દિલ્હીનાં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં આ સમારોહનું ઉદ્ઘાટન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું. પ્રથમ એશિયન ગેમ્સમાં કુલ 11 દેશોએ ભાગ લીધો હતો. જેમાં અફઘાનિસ્તાન, બર્મા (હાલનું મ્યાનમાર), સિલોન (હાલનું શ્રીલંકા), ઈન્ડોનેશિયા, ઈરાન, જાપાન, નેપાળ, ફિલિપાઈન્સ, સિંગાપોર, થાઈલેન્ડ અને ભારતના કુલ 489 ખેલાડીઓએ વિવિધ 57 ઈવેન્ટમાં પોતાની દાવેદારી નોંધાવી હતી.ત્યારબાદ ભારત ફરી 1982માં પણ ’એશિયાડ’નો યજમાન બન્યો હતો. (એશિયાડનો ‘અપ્પુ’ સૌને યાદ જ હશે!) ઓલિમ્પિકની માન્યતા પ્રાપ્ત અને ઓલિમ્પિક પછીના સૌથી મોટા ખેલ મહોત્સવ એશિયન રમતોમાં એથ્લેટિક્સ, કુસ્તી, શૂટિંગ, બોક્સિંગ, ટેનિસ અને કબડ્ડી જેવી રમતો ખૂબ જ લોકપ્રિય છે. જેના પર ભારતીય ચાહકોની સાથે સાથે દુનિયાભરના ચાહકોની નજર ટકેલી રહે છે.
23 સપ્ટેમ્બરથી પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના હાંગઝોઉમાં આયોજિત એશિયન ગેમ્સ, કોન્ટિનેંટલ મલ્ટિસ્પોર્ટ ઇવેન્ટની 19મી આવૃત્તિ સત્તાવાર રીતે ઉદઘાટન સમારોહ સાથે શરૂ થઈ અને 8 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે. જેમા ભારત 655 એથ્લેટ્સ સાથે ભાગ લઈ રહ્યું છે.
અબ કી બાર સો કે પાર’… આ ગોલ સાથે ભારતે એશિયન ગેમ્સમાં અત્યાર સુધીનું સૌથી વધુ સંખ્યામાં ખેલાડીઓ મોકલ્યા છે. અને આ લક્ષ્ય આપણાં પ્રવીણ અને પરાક્રમી ખેલાડીઓએ હાંસલ કરી બતાવ્યું છે.
એશિયન ગેમ્સ 2023ના 14મા દિવસે વહેલી સવારે, અદિતિ ગોપીચંદે તીરંદાજીમાં મહિલા કમ્પાઉન્ડ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, જ્યારે જ્યોતિ સુરેખાએ ગોલ્ડ જીત્યો. આ પછી, મેન્સ કમ્પાઉન્ડ ઇવેન્ટની ફાઇનલમાં, ઓજસ અને અભિષેકે અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર જીત્યો. ત્યારબાદ ભારતે મહિલા કબડ્ડીમાં ચાઈનીઝ તાઈપેઈને હરાવીને ગોલ્ડ જીત્યો હતો એ સાથે જ ભારતે એશિયન ગેમ્સમાં 100 મેડલ પૂરા કર્યા છે. ભારતે અત્યાર સુધીમાં 25 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. અને એશિયન ગેમ્સના 14મા દિવસે હજુ ઘણા વધુ મેડલ આશ પર છે. કુસ્તી મેટમાં લગોલગ સખત સ્પર્ધા રહેશે જેમાં યશ, દીપક પુનિયા, વિકી અને સુમિત પોતપોતાના વજનના વર્ગોમાં સર્વોચ્ચતા માટે લડશે. દરમિયાન, ભારતીય ક્રિકેટ ચાહકો પુરૂષ ક્રિકેટ ફાઈનલની રાહ જોઈ રહ્યા છે જ્યાં ભારત અફઘાનિસ્તાન સામે ટકરાશે અને બંને ટીમોની નજર સુવર્ણ ચંદ્રક પર રહેશે. આ સમય દરમિયાન, ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીની પ્રખ્યાત જોડી પર પણ નજર રહેશે, કારણ કે તેઓ બેડમિન્ટનમાં મેન્સ ડબલ્સ ટાઇટલ જીતવાનું લક્ષ્ય ધરાવે છે.
આ પહેલા ભારતે જકાર્તા એશિયન ગેમ્સમાં 70 મેડલ જીત્યા હતા. હાંગઝોઉ એશિયાડ સુધી આ ગેમ્સમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું, પરંતુ હવે આ એશિયાડમાં ફરી આ રેકોર્ડ તૂટ્યો છે અને ચીનના હાંગઝોઉમાં ભારતીય ખેલાડીઓ પોતાનો વિજય ધ્વજ લહેરાવી રહ્યા છે.હાલમાં 100 મેડલ જીત્યા છે, પરંતુ આ સંખ્યા હજુ વધી શકે છે. એકંદરે ભારતીય ખેલાડીઓએ હાંગઝોઉમાં નવો ઈતિહાસ રચ્યો છે.
ટૂંકમાં કહીએ તો અગાઉના વર્ષો કરતા આ વખતે ભારતનું પ્રદર્શન ઘણું જ બહેતર રહ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ રમતગમતના સુધાર માટે લાંબા ગાળાની યોજના બનાવી છે અને હવે નાના પાયે પ્રતિભાની શોધ શરૂ થઈ છે. તેમના માટે તાલીમથી માંડીને ફાઇનાન્સ સુધીના સંસાધનો આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલો ઈન્ડિયા આ યોજનાનો એક ભાગ છે.આ દિશામાં કામ શરૂ થઈ ગયું છે અને લોકોનો અભિગમ પણ બદલાવા લાગ્યો છે. લોકો હવે તેમના બાળકોને વિવિધ રમતોમાં લગાવી રહ્યા છે. હવે ભારતમાં સ્પોર્ટ્સનો અર્થ માત્ર ક્રિકેટ નથી રહ્યો. ભારતમાં રમતગમતમાં જબરદસ્ત પ્રતિભા છે, તેને માત્ર યોગ્ય તક અને યોગ્ય વાતાવરણ પૂરું પાડવાની જરૂર છે અને વર્તમાન સરકાર આ અંગે જે કામ કરી રહી છે તે પ્રશંસનીય છે. પરંતુ આપણે હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે.