તુલસી પર જળ ચડાવવું ખૂબ જ શુભ હોય છે. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. તુલસી પર જળ ચડાવવાના કેટલાક ખાસ નિયમો છે. રવિવાર અને એકાદશીના દિવસે તુલસીમાં પાણી ન આપવું જોઈએ.

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ જ કારણ છે કે લગભગ દરેક ઘરમાં તુલસીનો છોડ જરૂર હોય છે. તુલસીજીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા રહે છે.

ધાર્મિક દ્રષ્ટિકોણથી તુલસીના છોડની નિયમિત પૂજા કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તુલસીના છોડને જળ ચડાવવાથી વિશેષ લાભ થાય છે. પરંતુ રવિવાર અને એકાદશીના દિવસે તુલસીને પાણી ન આપવું જોઈએ. આવો જાણીએ તેની પાછળનું ધાર્મિક કારણ શું છે.

રવિવારે ન આપવું જોઈએ તુલસીમાં પાણી
તુલસીજીને નિયમિત જળ અર્પિત કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ શાસ્ત્રો અનુસાર રવિવારે તુલસીને જળ ચડાવવું જોઈએ નહીં. પૌરાણિક માન્યતાઓ અનુસાર તુલસી માતા રવિવારે ભગવાન વિષ્ણુ માટે નિર્જલા વ્રત રાખે છે.

રવિવારે તેમને જળ અર્પણ કરવાથી તેમનું વ્રત તૂટી જાય છે. તેથી આ દિવસે તુલસીને જળ ચડાવવું જોઈએ નહીં. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે તુલસીના છોડને જળ અર્પિત કરવાથી નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

એકાદશી પર કેમ નથી આપવામાં આવતુ તુલસીમાં જળ
શાસ્ત્રો અનુસાર એકાદશીના દિવસે ન તો તુલસીના પાન તોડવા જોઈએ અને ન તો આ દિવસે તુલસીને જળ ચડાવવું જોઈએ. દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન શાલિગ્રામ સાથે માતા તુલસીના વિવાહ કરાવવાની પરંપરા છે.

એવું માનવામાં આવે છે કે માતા તુલસી દરેક એકાદશી તિથિ પર ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે. તેથી એકાદશી પર પણ તુલસીને જળ ચડાવવાની મનાઈ છે.