ગેરકાયદે ખનિજ વહન કરતા કુલ 4 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજકુમાર ધૂળા, અનિરુધ્ધસિહ ચાવડા, ક્રોપલસિંહ, પ્રતિપલસિંહ ડોડીયા, અજયસિંહ સહિતની ટીમ દ્વારા વઢવાણના જુદા જુદા વિસ્તારોમાં ખનિજ ખનન અને વહન પર કાર્યવાહી હાથ ધરી હતી જેમાં વઢવાણ તથા લખતર હાઇવે પરથી બ્લેક ટ્રેપ ભરેલા ત્રણ ડમ્ફર જીજે 17 એક્સ એક્સ 7677, આર જે 58 જી એ 0303 તથા જીજે 13 એ ડબલ્યુ 9005 નંબરના ત્રણ ખનિજ ભરેલા ડમ્ફર ઝડપી લઇ કુલ 1.25 કરોડનો મુદામાલ સીઝ કર્યો હતો જ્યારે નાના કેરાળા ગામની ભોગવી નદીમાંથી રેતી ચોરી કરતા ત્રણ ટ્રક જેમાં જીજે 14 ઝેડ 7646, જીજે 33 ટી 9355 તથા જીજે 23 વી 4546 નંબરના ગેરકાયદેસર રેતી વહન કરતા ઝડપી લઈ 2.75 કરોડનો મુદામાલ જપ્ત કરી ખનિજ માફીયાઓ વિરુધ કાર્યવાહી હાથ ધરી છે