લોડર, ડમ્પર અને બાઈક જપ્ત, જ્યારે હિટાચી અને ડમ્પર ભગાડી ગયાની ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ ચોરી અંકુશમાં નથી આવી રહી જેનું કારણ અહીં અગાઉ અધિકારીઓ દ્વારા જ ખનિજ માફિયાઓને છવાતા હતા જેથી ખનિજ માફિયાઓને હવે આ ધંધો ખૂબ જ માફક આવી ગયો છે ત્યારે મુળી તાલુકાના દુધઈ ગામે મોટા પ્રમાણમાં સફેદ માટીનું ગેરકાયદેસર ખનન ચાલતું હોવાની માહિતી ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાને મળતા મૂળી મામલતદાર સહિતની ટીમ દ્વારા દુધઈ ગામે દરોડો કરાયો હતો અધિકારીઓ દરોડો કરી તે પૂર્વે ખનિજ માફિયાઓના નાસભાગ મચી ગઇ હતી જે દરમિયાન એક લોડર, ડમ્ફર અને બાઈક જપ્ત કરાયું હતું આ દરમિયાન એક હિટાચી મશીન અને ડમ્ફર ગેરકાયદેસર માટી ખનન થતા સ્થળની બાજુમાં આવેલ સોલાર પ્લાન્ટમાં ઘૂસી જઈ નાશી છૂટયા હતા છતાં લોડર સહિત કુલ 51 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી સફેદ માટીનું ખનન કરતા હીરાભાઈ શામળાભાઇ રોજીયા રહે: કળમાદ વાળા વિરુધ કાર્યવાહી હાથ ધરી છે.