10 દિવસમાં જોખમી મિલકત ઉતારવામાં નહી આવે તો મનપા કાર્યવાહી કરશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
- Advertisement -
જૂનાગઢમાં કડીયાવાડ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થતા ત્રણના સીઝન પૂર્વે મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમા: આવેલ જોખમી બાંધકામો મામલે પ્રી મોનસુન કામગીરીનો સર્વે શરૂ કરાયો છે. ઇમારત પડવાના બનાવમાં કોઇ જાનહાની ન થાય તે માટે જર્જરીત ઇમારતો રીપેરીંગ કરવા અથવા તો દૂર કરવા જીપીએમસી એકટ 264 અન્વયે નોટીસ આપવાની તજવીજ હાથ ધરી છે. નોટીસ આપ્યા બાદ 10 દિવસમાં જોખમી કે જર્જરીત ઇમારતો રીપેરીંગ કરવામાં નહીં આવે તો તેને મહાપાલિકા દ્વારા દૂર કરાશે. ચોમાસા પૂર્વે મહાપાલિકામાં જોખમી બાંધકામ દૂર કરવાનું ફરીથી ભૂત ધુણ્યુ છે
ખાનગી મકાનોના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ શહેરમાં અનેક સરકારી જર્જરીત ઇમારતો આવેલી છે જે મિલ્કતો પણ તંત્ર દ્વારા આ મિલ્કત જર્જરીત છે લોકોએ દૂર રહેવુ ના બેનરો પણ લગાવવામાં આવ્યા છે. આવી કચેરીનું અન્ય બિલ્ડીંગોમાં સ્થળાંતર કરાયુ છે પરંતુ તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી નથી. જેથી જોખમી ઇમારતો દૂર કરવા માત્ર સામાન્ય લોકોને હેરાન કરવાની નિતિથી મનપાની એકને ગોળ એકને ખોળની નિતી સામે પ્રશ્ર્નાર્થ સર્જાયા છે. હાલ સર્વે થયા બાદ નોટિસ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. મનાએ લોકોને સ્વૈચ્છીક જર્જરીત બાંધકામ દૂર કરવા અપીલ કરી છે.