મધ્યમ વર્ગ અને દેશના વિકાસને આગળ ધપાવતા ફળદાયી બજેટને આવકારતા શહેર ભાજપ પ્રમુખ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કેન્દ્ર સરકારમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે આરુઢ થયા છે ત્યારે નવા વર્ષનું પહેલું પૂર્ણ બજેટ અને નાણામંત્રી સીતારમને તેમના કાર્યકાળમાં આઠમું બજેટ રજૂ કરવામાં આવેલું હતું. આ બજેટને શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ આવકાર્યુ હતું. આ બજેટમાં રૂપિયા 12 લાખ સુધીની આવક ઉપર કોઈ આવકવેરો ન રહેતા સામાન્ય નાગરિકો તેમજ નોકરીયાત વર્ગને અનુકુળ આ બજેટથી મધ્યમ વર્ગની ખર્ચ શક્તિ વધારવાનો આશય હોય આનાથી દેશની બજારોમાં તેજી આવશે. જેથી દેશના વિકાસદરમાં વધારો થાય તેવી રહેશે. ભારતમાં મધ્યમ વર્ગ જે અર્થતંત્રનો આધાર છે તે લાંબા સમયથી વધુ આવકવેરા રાહત, ઉચ્ચ છૂટ અને ટેક્સ સ્લેબમાં ગોઠવણોની હિમાયત કરી રહ્યો છે. વધતા જતા ફુગાવા, જીવનનિર્વાહનો ખર્ચ અને આર્થિક અનિનિશ્ર્ચતતાઓ સાથે જીવન જીવતો હતો આથી તેમના જીવનમાં પરિવર્તન લાવવાનો આશય સિદ્ધ થશે.
- Advertisement -
નાણામંત્રીએ ભાર મૂક્યો કે એમ.એસ.એમ.ઈ. ભારતમાં વૃદ્ધિનું બીજુ એન્જિન છે જે દેશની નિકાસમાં 45 ટકા હિસ્સો ધરાવે છે. તેમના વિકાસને વધુ ટેકો આપવા માટે નાણામંત્રીએ એમ.એસ.એમ.ઈ. માટે કસ્ટમાઈઝ ક્રેડીટ કાર્ડ સ્ટાર્ટઅપ્સ માટે ફંડ ઓફ ફંડ્સ અને વ્યાપક અવકાશ સાથે વિસ્તૃત ફંડ ઓફ ફંડ્સ રજૂ કર્યા છે જે બધા મૂડીની પહોંચ સુધારવા માટે રચાયેલું છે. વધુમાં સરકાર એમ.એસ.એમ.ઈ. માટે રોકાણ અને ટર્નઓવર મર્યાદામાં વધારો કરશે જેમાં અનુક્રમે 2.5 ગણો અને 2 ગણો વધારો થશે, જેથી તેમની વૃદ્ધિ અને કાર્યકારી ક્ષમતામાં વધારો થાય.
નાણામંત્રીએ બજેટ 2025માં કૃષિને મુખ્ય પ્રાથમિકતા તરીકે પ્રકાશિત કયું. પ્રધાનમંત્રી કૃષિ યોજના હેઠળ એક નવી પહેલનું અનાવરણ કર્યું. જન ધન્ય કૃષિ યોજના પહેલ, ઓછી ઉત્પાદકતા, મધ્યમ પાકની તીવ્રતા અને સરેરાશથી ઓછી ધિરાણ પહોંચ ધરાવતા 100 જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેના ઉદ્દેશ્યોમાં સામેલ છે- પાક વૈવિધ્યકરણ, સંગ્રહ વધારવો, સિંચાઈમાં સુધારો કરવો અને ખેડૂતો માટે લાંબા અને ટૂંકા ગાળાના ધિરાણની સુવિધા આપવી, અંદાજે 1.7 કરોડ ખેડૂતોને આ પગલાંથી લાભ થવાની અપેક્ષા છે તેવું અંતમાં મુકેશ દોશીએ જણાવ્યું હતું.