ખાસ-ખબર ન્યૂઝ મોરબી
હળવદ તાલુકા પોલીસે વાહન ચેકીંગ ડ્રાઈવ દરમ્યાન હળવદની મોરબી ચોકડીથી બે ચોરાવ બાઈક સાથે બે ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ પોલીસ સ્ટાફ દ્રારા મોરબી ચોકડી ખાતે વાહન ચેકીંગ દરમ્યાન એક શંકાસ્પદ સ્પલેન્ડર મોટર સાયકલ સાથે બે ઇસમો નીકળતા તેઓની પુછપરછ કરતા કોઇ સંતોષ કારક જવાબ આપતા ન હોય જેથી બન્ને ઇસમોને વિશ્વાસમાં લઇ આગવી ઢબે પુછપરછ કરતા પોતે મોરબી જુના બસ સ્ટેશન તથા મોરબી પાડા પુલ નીચે રવીવારી બજારમાંથી બે મોટર સાયકલ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા બન્ને મોટર સાયકલ રીકવર કરી આરોપી મહેશભાઇ રાજુભાઇ વઢીયારા/ હાલ રહે મોરબી કાલીકા પ્લોટ મુનીબેન મુસ્લીમના મકાનમાં ભાડેથી મુળ રહે ગામ રોણી તા.સમી જી.પાટણ તથા મનોજભાઇ વરસીંગભાઈ જહાચીયા વઢીયારા હાલ રહે હળવદ જીન પ્લોટ વિસ્તાર લીંબાસીયાના દવાખાના પાસે તા.હળવદ જી.મોરબી મુળ રહે શંખેશ્વર બસ સ્ટેશન પાછળ તા.સમી જી. પાટણવાળાને ઝડપી પાડી આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
હળવદની મોરબી ચોકડી ખાતેથી બે ચોરાઉ બાઈક સાથે બે શખ્સો ઝડપાયા
