By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    4 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    6 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    6 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    1 day ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    2 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    2 days ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    2 days ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    5 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    6 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોંગ્રેસનો કોઈ વાંક નથી, વાડ્રાનો ચહેરો જ એવો છે…!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > કોંગ્રેસનો કોઈ વાંક નથી, વાડ્રાનો ચહેરો જ એવો છે…!
ગુજરાત

કોંગ્રેસનો કોઈ વાંક નથી, વાડ્રાનો ચહેરો જ એવો છે…!

Khaskhabar Editor
Last updated: 2021/01/09 at 2:52 PM
Khaskhabar Editor 6 years ago
Share
8 Min Read
SHARE

                                                                                   -તુષાર દવે

રોબર્ટ વાડ્રાએ સક્રિય રાજકારણમાં ઉતરવાની ઈચ્છાનો સંકેત આપતા ભાજપ સમર્થકોમાં ખુશીની લહેર અને કોંગ્રેસમાં ફફડાટ!

ઘણાં માણસો એવા હોય કે જે દારૂના પીઠામાં બેઠા હોય તો પણ લાગે કે દૂધ પીતો હશે અને કેટલાક એવા હોય જેમના હાથમાં દૂધની બોટલ હોય તોયે સૂંઘી આવવાની ઈચ્છા થાય કે મહીં વોડકા તો નથી ભર્યો ને… અને વાડ્રા એ કેટેગરીમાં આવે છે!

Contents
                                                                                   -તુષાર દવેરોબર્ટ વાડ્રાએ સક્રિય રાજકારણમાં ઉતરવાની ઈચ્છાનો સંકેત આપતા ભાજપ સમર્થકોમાં ખુશીની લહેર અને કોંગ્રેસમાં ફફડાટ!

કેટલાકના ચહેરા પર ખીલ કે ખાડા હોય તો પણ સુંદર લાગતા હોય અને વાડ્રાના ચહેરા પર એવું કંઈક જોઈને લોકોને લાગે કે નક્કી કોઈએ મુક્કો મારીને આ બદમાશનો ચહેરો બગાડી નાખ્યો હશે!

- Advertisement -

વાડ્રા એવું વ્યક્તિત્વ છે જેને જોઈને ગરીબો અને ખેડૂતોને લાગે કે ઈન્દિરા ખરેખર ગરીબી હટાવવા માગતા હતા અને પ્રિયંકા ખરેખર ગરીબી હટાવવા માગે છે, પણ આ પાપી માણસના કારણે જ એ શક્ય નથી બનતું. નક્કી આ સંદિગ્ધ શખ્સ જ આપણા ભાગના રૂપિયા ખાઈ ગયો હોવો જોઈએ!

બેનામી સંપત્તિ મામલે સતત બે દિવસ પૂછપરછ થતાં રાષ્ટ્રીય જમાઈ રોબર્ટ વાડ્રાએ કંટાળીને સક્રિય રાજકારણમાં ઉતરવાની ઈચ્છાનો સંકેત આપતા ભાજપ સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને બીજી તરફ કોંગ્રેસમાં ફફડાટ વ્યાપી ગયો છે!

કેટલાક ચહેરા એવા ક્યૂટ હોય કે વિના કારણે એ વ્યક્તિ પર પ્રેમ ઉભરાય અને કેટલાક એવા બુંદિયાળ હોય કે એણે કંઈ ન કર્યું હોય તો પણ એ ચહેરાથી લોકોને સતત એલર્જી થાય. ન ગમે. ગુસ્સો આવે. નફરત થાય અને રોબર્ટ વાડ્રાનો ચહેરો આ બીજી કેટેગરીમાં આવે છે. એને જોતા વેંત એવું લાગે કે આવા ચહેરાવાળા માણસે ભ્રષ્ટાચાર ન કર્યો હોય તો જ નવાઈ! એમાં કોંગ્રેસ, પ્રિયંકા કે રાહુલનો કોઈ વાંક જ નથી. રોબર્ટ વાડ્રાની પર્સનાલિટી જ એવી છે કે કોઈ કારણ વગર લોકોને એને ‘ધોપ્તવા’ની ઈચ્છાઓ થઈ આવે. અધૂરામાં પૂરું વર્ષો સુધી હિન્દી ફિલ્મોમાં વિલનના રાઈટ હેન્ડનું નામ ‘રોબર્ટ’ આવતું રહ્યું!

- Advertisement -

ઘણાં માણસો એવા હોય કે જે દારૂના પીઠામાં બેઠા હોય તો પણ લાગે કે દૂધ પીતો હશે અને કેટલાક એવા હોય જેમના હાથમાં દૂધની બોટલ હોય તોયે સૂંઘી આવવાની ઈચ્છા થાય કે મહીં વોડકા તો નથી ભર્યો ને… અને વાડ્રા એ કેટેગરીમાં આવે છે! કેટલાકના ચહેરા પર ખીલ કે ખાડા હોય તો પણ સુંદર લાગતા હોય અને વાડ્રાના ચહેરા પર એવું કંઈક જોઈને લોકોને લાગે કે નક્કી કોઈએ મુક્કો મારીને આ બદમાશનો ચહેરો બગાડી નાખ્યો હશે! ખરેખર, એમાં વાડ્રા કે કોંગ્રેસનો કોઈ વાંક નથી. એ દેખાય છે જ એવો…! હોવ…

વાડ્રા એવા લોકોમાં છે જેઓ શ્લોક બોલે તો પણ લોકોને એવું લાગે કે એ ગાળો બોલી રહ્યો છે. કોઈની સાઇકલની ચેઈન ઉતરી જાય અને સામે રોબર્ટ વાડ્રા ઊભો હોય તો સાઇકલવાળો મનોમન બે-ચાર ગાળો ચોપડાવે એમ ધારીને કે નક્કી આ નાલાયકની જ નજર લાગી હશે. દેશના મોટાભાગના લોકોને ખબર જ નથી કે એ માણસ બિઝનેસ શું કરે છે, પણ મોટાભાગના લોકોને એ ખાતરી છે કે એ માણસ કૌભાંડો ચોક્કસ કરે છે.

કેટલાકની નજર ખોરી હોય તો કેટલાકની દાનત, વાડ્રા એવી વ્યક્તિ છે જેને જોઈને લાગે કે આ આખો માણસ જ ખોરો છે અને વારંવાર ખારો પણ થઈ જાય છે. એ ખારો ન થયો હોય તો પણ એનો ચહેરો જોઈને લાગે કે એ ગુસ્સામાં છે અથવા કોઈએ એને એરંડિયુ પાઈ દીધું લાગે છે. હવે તમે વિચાર કરો કે જેનું વ્યક્તિત્વ જ એવું હોય કે લોકોમાં વિના કારણે નફરત જાગતી હોય તો એ વ્યક્તિ જ્યારે પ્રિયંકા ગાંધી જેવી વ્યક્તિને પરણે અને કોંગ્રેસનો જમાઈ બને ત્યારે લોકોની નફરત કેટલા ગુણોત્તરમાં વધી જાય…?! સાચું કહું છું, આમાં કોંગ્રેસ કે પ્રિયંકાનો વાંક જ નથી. વાડ્રાનો ચહેરો જ એવો છે. અમસ્તો પણ અણગમો થતો હોય એમાં પ્રિયંકાને પરણે એટલે લોકોને ‘કાગડો દહીંથરુ લઈ ગયો’ની લાગણી થાય એ અલગ. ભલે પ્રિયંકા વાડ્રાના બદલે એમને ન પરણવાની હોય, પણ લોકોને વાંધો એ હોય કે એ વાડ્રાને કેમ પરણી? આ તો એક વાત થાય છે. હોવ…

વાડ્રા એવું વ્યક્તિત્વ છે જેને જોઈને ગરીબો અને ખેડૂતોને લાગે કે ઈન્દિરા ખરેખર ગરીબી હટાવવા માગતા હતા અને પ્રિયંકા ખરેખર ગરીબી હટાવવા માગે છે, પણ આ પાપી માણસના કારણે જ એ શક્ય નથી બનતું. નક્કી આ સંદિગ્ધ શખ્સ જ આપણા ભાગના રૂપિયા ખાઈ ગયો હોવો જોઈએ!

વાડ્રા એ ટાઈપના માણસોમાં આવે છે કે જો તમારી પાસે બારણે ટીંગાળવા લીંબુ-મરચાં ન હોય તો ઘરના દરવાજે તમે એને પણ ઊભો રાખી શકો! હી ઇઝ લાઈક ‘કાલા ટીકા’ ઓન બ્યુટીફૂલ ફેસ. વો બૂરી નઝર સે બચાતા હૈ. ક્યોંકી ખુદ ઉસસે બુરા ઓર ક્યા હો સકતા હૈ…?! હોવ…

આપણાં દેશમાં આમ પણ સામાન્ય માન્યતા એવી છે કે કોઈ વ્યક્તિ બહુ રૂપિયાવાળો હોય એટલે લોકોને લાગે કે નક્કી આણે કોઈ અંડાગંડા કરીને જ આટલા રૂપિયા ભેગા કર્યા હશે. આપણા દેશમાં એક બહુ મોટો વર્ગ એવો છે જે વિના કારણે પૈસાવાળાઓને નફરત કરે છે. એ જેને નફરત કરતો હોય એ વ્યક્તિ પોતાના મહેનતની કમાણીની કાર લઈને પણ નીકળે તો આવડો આ મનોમન બોલી ઉઠશે કે – ‘નકરો ચોરીનો પૈસો છે. હુહ. આઈ મોટી કારવાળી…!’ એક બહુ મોટો વર્ગ અદાણી-અંબાણી એનો એક રૂપિયો પણ ન લઈ ગયા હોવા છતાં એ પરિવારને માત્ર એટલા માટે નફરત કરે છે કે એમની પાસે બહુ પૈસા છે. વાડ્રાની બદકિસ્મતી એ છે કે એની પાસે બહુ રૂપિયા તો છે જ અને ઉપરથી એ જોવો ગમે એવો નથી. એટલુ ઓછું હોય એમ એ પ્રિયંકા ગાંધીને પરણ્યો. ખરેખર, એ લોકોને ન ગમે એમાં કોંગ્રેસનો કોઈ વાંક નથી…!

‘કાતિલ કોણ?’ ટાઈપની સસ્પેન્સ ફિલ્મોમાં પણ દર્શકોને ઊંધા રવાડે ચડાવવા ‘સસ્પેક્ટ્સ’માં એક કેરેક્ટર એવું રાખવામાં આવે જેને જોઈને જ લોકોને એવું લાગે કે નક્કી આ પાપીએ જ ખૂન કર્યું હશે. એ પાપી જેવું વ્યક્તિત્વ એટલે રોબર્ટ વાડ્રા. અસલી કાતિલને એવો કે એવી માસૂમ બતાવવામાં આવે કે લોકોને લાગે કે યાર આટલા માસૂમ ચહેરાવાળી યુવતી થોડી ખૂની હોઈ શકે? જ્યારે રોબર્ટ વાડ્રા જેવી શખ્સિયત ધરાવતા પાત્રની જેવી સ્ક્રીન પર એન્ટ્રી થાય કે કેટલાક ઉતાવળા થઈ જાય કે, ‘પકડી લો આને. આણે જ ખૂન કર્યું હશે. આવો માણસ જ અપરાધી હોય!’

જૂની હોરર ફિલ્મોમાં ખંડેર જેવી હવેલીનો ચોકીદાર જ એવો બતાવાતો જેને જોઈને જ લોકોની ફાટી પડતી કે નક્કી આ ડોહો જ ભૂત હશે. વાડ્રા એ ચોકીદાર જેવો છે! હોવ…હમ્બો…હમ્બો….!

ફ્રી હિટ :

ચૂંટણી ટાણે ઉત્તર પ્રદેશમાં યોજાયેલા પ્રિયંકા ગાંધીના રોડ શોમાં એક વાહન પર સૂત્ર હતું કે –

આ ગઈ પ્રિયંકા
બજ ગયા ડંકા
ભ્રષ્ટાચાર કી અબ લગેગી લંકા

રોબર્ટ વાડ્રા : Roflol

You Might Also Like

રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ

નીચાણવાળા વિસ્તારો, નાળા, અંડરબ્રિજ અને ફાયર સ્ટેશનોની કમિશનર તુષાર સુમેરાએ સમીક્ષા કરી

ગુજરાતમાં બપોર સુધીમાં 200 તાલુકામાં વરસાદ : પોપટપરાનો અન્ડરપાસ માત્ર બે ઇંચ વરસાદમાં બંધ

ગુજરાતને 5 વર્ષમાં CAMPA હેઠળ 1226 કરોડ મળ્યા : પરિમલ નથવાણી

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શાળાઓને રજા જાહેર કરવાની ઉઠી માંગ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વાસના સંતોષવા માટે સુરતના યુવાને ગુપ્તાંગમાં નાખી દીધો ચમચો
Next Article બાળકોને સ્કૂલ મોકલતા પહેલા…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા
રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર
નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

નીચાણવાળા વિસ્તારો, નાળા, અંડરબ્રિજ અને ફાયર સ્ટેશનોની કમિશનર તુષાર સુમેરાએ સમીક્ષા કરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ગુજરાતરાજકોટ

ગુજરાતમાં બપોર સુધીમાં 200 તાલુકામાં વરસાદ : પોપટપરાનો અન્ડરપાસ માત્ર બે ઇંચ વરસાદમાં બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?