હજારો લોકો દેશનિકાલ થવાની શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
અમેરિકાના પ્રમુખ તરીકેની વરણી પામેલા ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેમના વહીવટીતંત્રમાં નિમણૂક પામનારા અધિકારીઓ પર હર કોઈની નજર છે. ટ્રમ્પની વિદેશ નીતિ કેવી હશે એ મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે. ભારતીયોને ટ્રમ્પની વિદેશ નીતિ કેટલી અને કેવી અસર કરશે, એ જાણીએ. ડોનાલ્ડ ટ્રમ્પે ‘ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ’ ((ICE)ના ભૂતપૂર્વ વડા ટોમ હોમનની પસંદગી તેમના ‘બોર્ડર ઝાર’ તરીકે કરી છે. (‘ઝાર’ એ ભૂતકાળમાં રશિયાના સમ્રાટો માટે વપરાતી પદવી છે) ભૂતકાળમાં પોલીસ અને ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરી ચૂકેલા હોમન સરહદ સુરક્ષાના મામલે આક્રમક વલણ ધરાવે છે. તેમણે તો ‘અમેરિકાના ઈતિહાસની સૌથી મોટી દેશનિકાલ કામગીરી’ કરવાનું વચન આપી દીધું છે. દેશની સરહદો પર ચાંપતી નજર રાખવા માટે જે કંઈ કરવા પડે એ કરવાની એમને છૂટ આપવામાં આવી છે.
ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકેના અગાઉના કાર્યકાળમાં ટોમ હોમન ICEના વડા હતા. મેક્સિકોની સરહદેથી અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરતાં લોકોને અટકાવવા માટે 2018માં તેમણે આકરું પગલું ભર્યું હતું. તેમણે સરહદ પર 5500 થી વધુ બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરી દીધા હતા, જેનો ખૂબ વિરોધ થયો હતો. જન-આક્રોશને પગલે એમણે કૌટુંબિક વિભાજનની એ નીતિ અટકાવી દેવી પડી હતી. સરહદી સુરક્ષા માટે હોમન ફરીથી કોઈ આકરું પગલું ભરતા નહીં અચકાય, એવી વ્યાપક ચર્ચા ચાલી રહી છે. તેમણે ‘પ્રોજેક્ટ 2025’ નામની ઈમિગ્રેશન સંબંધિત કડક બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે.
ઈમિગ્રેશન માટેની ટીમમાં ટ્રમ્પે ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ તરીકે સ્ટીફન મિલરને પણ નિયુક્ત કર્યા છે. ટ્રમ્પના અગાઉના કાર્યકાળમાં એમના સલાહકાર રહી ચૂકેલા મિલર ગેરકાયદે ઈમિગ્રેશનના વિરોધી તો છે જ, પણ તેઓ કાયદેસર ઈમિગ્રેશન પર પણ લગામ કસવાના હિમાયતી છે. મિલરને લીધે ભૂતકાળમાં ઇં-1ઇ વિઝાના અસ્વીકારના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો હતો.
H-1B વિઝા ધારકોના જીવનસાથીઓને આપવામાં આવતાં ઇં4 ઊઅઉ વર્ક વિઝાની પ્રક્રિયા પણ મિલરને કારણે ધીમી પડી ગઈ હતી. અમેરિકામાં ગેરકારદેસર ઘૂસેલા લોકોને પકડવા માટે મિલરે ભૂતકાળમાં ઘણા દરોડા પડાવ્યા હતા. ટોમ હોમન અને સ્ટીફન મિલર જેવા અધિકારીઓની આકરી નીતિ અમેરિકામાં ગેરકાયદે વસી ગયેલા અને હજુ ત્યાં જવા ઈચ્છુક હજારો ભારતીયોને નકારાત્મક અસર કરી શકે છે. અમેરિકામાં ગેરકાયદે વસી ગયેલા લોકોના જે બાળકો અમેરિકામાં જન્મેલા હોય તેમને આપોઆપ અમેરિકાનું નાગરિકત્વ મળી જતું હોય છે, પણ હોમન અને મિલર એવી પોલિસી દાખલ કરવા માંગે છે કે જેથી ગેરકાયદેસર અમેરિકામાં વસી ગયેલા લોકોને સપરિવાર અમેરિકામાંથી તગેડી શકાય. આવું બન્યું તો હજારો ભારતીયોને અમેરિકાની ધરતી છોડવી પડશે.