ચીન સહિતના દેશોમાં વધતા કોરોનાના કેસોને લઇ કેન્દ્ર સરકાર એલર્ટ બની છે. જેના ભાગરૂપે કોરોનાનો પ્રકોપ છે તેવા 6 દેશમાંથી આવતા મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયો છે.
ચીન સહિત વિશ્વમાં વધતા કોરોનાએ દુનિયાના લોકોને હચમચાવી નાખ્યું છે. ત્યારે દેશમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકાર વધુ સતર્ક બની છે અને નિયંત્રણો 6 દેશમાંથી આવતા મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયા છે. જેમાં ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપોર, દક્ષિણ કોરિયાના પ્રવાસીઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવશે. જેની આગામી 1 જાન્યુઆરી 2023થી અમલવારી થશે. આ મામલે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.એર સુવિધા પોર્ટલ ઉપર રિપોર્ટની માહિતી અપલોડ કરવાની રહેશે. કોરોનાની સંભવિત સ્થિતિને લઇ કેન્દ્ર સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે નિર્ણય કરવામાં આવ્યો છે.
- Advertisement -
1 जनवरी 2023 से चीन, हांगकांग, जापान, साउथ कोरिया, सिंगापुर और थाईलैंड से आने वाले यात्रियों के लिए RTPCR टेस्ट अनिवार्य कर दिया गया है। यात्रा से पहले उन्हें अपनी रिपोर्ट एयर सुविधा पोर्टल पर अपलोड करनी होगी।
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 29, 2022
- Advertisement -
કેન્દ્ર સાથે રાજ્ય સરકાર પણ એલર્ટ
વિશ્વમાં વધતા કોરોનાના કેસને લઈ દેશમાં કોરોનાની વધુ એક લાહેરની આશંકા વર્તાઈ રહી છે ત્યારે કેન્દ્રની સાથે રાજ્ય સરકાર પણ સતર્ક બની છે. રાજ્ય સરકારએ કેન્દ્ર સરકાર પાસેથી વેક્સિનની માંગ કરી છે. ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે 12 લાખ વેક્સિનના ડોઝની માંગણી કરી છે. રાજ્યમાં 10 લાખ કોવિશિલ્ડ અને 2 લાખ કો-વેક્સિનના ડોઝની માંગણી કરી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને 2 લાખ કો-વેક્સિનનો જથ્થો મંજૂર કર્યો હતો, 2 લાખ કો-વેક્સિન પૈકી 1 લાખ કોવેક્સિનના ડોઝ રાજ્ય સરકારને મળ્યા હતા.
વેકસીન માટે લોકોમાં જાગૃતિ
કોરોનના વધતા કેસને લઇ વેક્સિન પ્રત્યે લોકોમાં જાગૃતતા આવી છે. લોકો લાંબી લાઈનો લગાવી રહ્યા છે પરંતુ હેલ્થ સેન્ટરો પર વેક્સિન હોવાથી લોકો વેક્સિન લીધા વિના જ પાછા જઈ રહ્યા છે. નોંધનીય છે કે કોરોના સામે વેક્સિન જ રામ બાણ ઈલાજ છે. છેલ્લા એક સપ્તાહથી લોકો બુસ્ટર ડોઝ લેવા માટે જાગૃત બન્યા છે.