ગુંદાળા ફાટક બંધ કરીને ટ્રાફિક ડાયવર્ટ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
ગોંડલના ગુંદાળા રોડ પર રેલ્વે ફ્લાય ઓવરબ્રિજનું કામ આગામી સમય માં શરૂ કરવાના આવશે ત્યારે ગુંદાળા રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવા તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગુંદાળા ફાટક બંધ કરીને વાહન વ્યવહાર જેતપુર રોડ સાંઢિયા પુલ પરથી અને બીજી તરફ ઉમરવાડા રોડ અન્ડરબ્રીજ તરફ ડાયવર્ટ કરવામાં આવશે. જ્યાં સુધી રેલવે ઓવરબ્રિજનું કામ ચાલશે ત્યાં સુધી ગુંદાળા ફાટક વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
- Advertisement -
ગોંડલ નગરપાલિકા વિસ્તારને ફાટક મુક્ત કરવાનો સરકાર દ્વારા નિર્ધાર કરવામાં આવ્યો છે. તેથી ગોંડલના વ્યસ્ત એવા ગુંદાળા રોડ પર રેલવે ફાટક હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રેલવે ફાટક પર ઓવરબ્રિજની કામગીરી જી યુ ડી સી તરફથી શરૂ કરવામાં આવશે. રેલવે ફાટક પર ફ્લાય ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવાની હોવાથી ટ્રાફિકને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
વાહનોની અવરજવર વચ્ચે બ્રિજનું બાંધકામ શક્ય ન હોવાથી ગુંદાળા રોડનું ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યું છે. આ ટ્રાફિક ડાયવર્ઝન માટે પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરી ગોંડલ નગરપાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર ગોંડલ નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત સરકારના ફાટક મુક્ત અભિયાન અંતર્ગત ગુંદાળા રોડ પર રેલવે ઓવરબ્રિજ મંજૂર થયો છે. આ રેલવે ઓવરબ્રિજનું કામ તારીખ 1 જુલાઈથી શરૂ કરવામાં આવશે. ગુંદાળા રોડ પર આવેલો ગુંદાળા ફાટક બંધ કરીને તે રોડનો વાહન વ્યવહાર જેતપુર રોડ, સાંઢિયા પુલ પરથી ઉમરવાડા રોડ અન્ડરબ્રીજ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી રેલવે પ્લાય ઓવરબ્રિજનું કામ શરૂ છે ત્યાં સુધી ગુંદાળા રેલવે ફાટક વાહન વ્યવહાર માટે બંધ રહેશે. વાહન ચાલકોએ વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરવાનો રહેશે.