કઝાકિસ્તાનમાં અંડર-17માં ધોરાજી (સુપેડી)ને 1 મેડલ મળ્યો વર્લ્ડ કપમાં પ્રથમવાર ભાગ લીધો અને મેડલ મેળવ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જુનાગઢના ઝફર મેદાનમાં ખેલાડીઓ માટે બનાવવામાં આવેલ સ્પોર્ટસ સંકુલમા પ્રેકિટસ કરતા છાત્રએ સિલવર મેડલ જીત્યો છે. કઝાકિસ્તાનમાં 12 થી 15 જૂનમાં પ્રથમ વખત જુનાગઢના ચાપરડા ખાતે આવેલી સ્પોર્ટસ શાળામા પ્રેકિટસ કરતા ધોરાજીનાં સુપેડી ગામનાં હીરપરા રૂદ્રએ અંડર 17માં અનુક્રમે 56 કીલોમાં આ કારનામાં કરી સીલ્વર મેડલ મેળવ્યો છે. આ છાત્ર રાજકોટથી ચાપરડા ખાતે આવેલી શાળામા સિલેકટ થયો છે. મો. 97252 85433 પર અભિનંદનની વર્ષા વરસી રહી છે.