વધતા તણાવ વચ્ચે, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીએ ઈઝરાયલ પર મિસાઈલ હુમલા કર્યા પછી “યુદ્ધ શરૂ થાય છે” તેવી જાહેરાત કરી. આ નિવેદન અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ઈરાનને “બિનશરતી શરણાગતિ” માટે કરાયેલા આહ્વાન બાદ આવ્યું. ઈઝરાયલે તેહરાનમાં હુમલાઓનો બદલો લેતા, બંને પક્ષોએ ગોળીબાર કર્યો. આ સંઘર્ષમાં ઈરાનમાં ઓછામાં ઓછા 224 લોકો માર્યા ગયા છે, ઈઝરાયલમાં 24 લોકો અને સેંકડો ઘાયલ થયા છે.
મધ્ય પૂર્વ ઇઝરાયલ તથા ઇરાન વચ્ચે ભડકેલા સંઘર્ષમાં સમાધાનના પ્રયત્નો આગળ વધતા નથી ત્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તહેરાન ખાલી કરવાની ધમકી ઉચ્ચારીને યુધ્ધમાં ઝંપલાવાનો ગર્ભિત ઇશારો કરતા ઇરાન વધુ વિફર્યુ છે અને હવે યુધ્ધ શરૂ તથા યહુદી ઇઝરાયલ પર કોઇ રહેમ નહીં રાખવાનો ઇરાનના વડા આયાતુલ્લા ખામેનેઇએ જાહેર કર્યુ છે.
- Advertisement -
ઇરાનના પ્રમુખ ખામેનેઇએ એલાન કર્યુ હતું કે યુધ્ધમાં ઇઝરાયલને ઘણા ગંભીર પરિણામો ભોગવવા પડશે. ઇઝરાયલ-ઇરાન વચ્ચેનો સંઘર્ષ આજે છઠ્ઠા દિવસમાં પ્રવેશ્યો હતો. ઇરાન વધુ આક્રમક બન્યું હોય તેમ પ્રથમ વખત હાઇપરસોનિક મિસાઇલ ઝીંકી હતી. ઇઝરાયલના સમર્થનમાં રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના વડાને અણુ કાર્યક્રમ પડતો મુકીને બીનશરતી આત્મસમર્પણ કરવાની ધમકી આપી હતી ત્યારપછીના પ્રથમ સોશ્યલ મીડિયા પોસ્ટ મારફત કરેલા નિવેદનમાં ઇરાનના પ્રમુખ ખામેનેઇ એલાન કર્યુ હતું કે ‘હવે યુધ્ધ શરૂ.. ઇઝરાયલ પર કોઇ રહેમ રાખવામાં નહીં આવે’ સોશ્યલ મીડિયા પોસ્ટમાં મેટર સાથે તલવાર લઇને કિલ્લા જેવા ગેટમાં દાખલ થતા યોધ્ધાનો ફોટો પણ મૂકવામાં આવ્યો હતો.
કોઈ દયા નહીં બતાવીએ: ઈરાન દ્વારા ઈઝરાયલ પર હાઇપરસોનિક મિસાઈલ છોડવામાં આવતા ખામેનીએ થોડા સમય પછી, ખામેનીએ X પર પોસ્ટ કર્યું: “આપણે આતંકવાદી ઝાયોનિસ્ટ શાસનને સખત જવાબ આપવો જોઈએ. અમે ઝાયોનિસ્ટોને કોઈ દયા નહીં બતાવીએ.” બુધવારે વહેલી સવારે ઈરાને ઈઝરાયલ પર બે બેલિસ્ટિક મિસાઈલના બે રાઉન્ડ છોડ્યાના થોડા સમય પછી આ નિવેદન આવ્યું.
ખામેનીએ ઈરાની સૈન્યને સત્તાઓ સોંપી
- Advertisement -
આ દરમિયાન, ઘણા મીડિયા અહેવાલો સૂચવે છે કે ખામેનીએ ઈરાની સૈન્યની સુપ્રીમ કાઉન્સિલ, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ને મુખ્ય સત્તાઓ સોંપી દીધી છે. બુધવારે વહેલી સવારે ઈરાને ઇઝરાયલ પર હાઇપરસોનિક મિસાઇલોના બે રાઉન્ડ છોડ્યાના થોડા સમય પછી આ નિવેદન આવ્યું. “ફત્તાહ-1 મિસાઇલોનો ઉપયોગ કરીને ગૌરવપૂર્ણ ઓપરેશન ઓનેસ્ટ પ્રોમિસ 3 ની 11મી લહેર” હાથ ધરવામાં આવી હતી, એમ ગાર્ડ્સે રાજ્ય ટેલિવિઝન દ્વારા પ્રસારિત કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું.
આ પોસ્ટ પછી ગણતરીની મીનીટોમાં ખામેનેઇએ સોશ્યલ મીડિયામાં બીજી પોસ્ટ મૂકી હતી જેમાં આતંકવાદી યહુદી શાસનને તાકાતથી કચડી નાખવાનું અને હવે કોઇ રહેમ નહીં રાખવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ઇઝરાયલ-ઇરાને સંઘર્ષના છઠ્ઠા દિવસે આજે એકબીજા પર મિસાઇલમારો જારી જ રાખ્યો હતો. ઇરાને પ્રથમ વખત હાઇપરસોનિક મિસાઇલ ઝીંકી હતી ઉપરાંત ઝેરૂસલામને પણ નિશાન બનાવ્યું હતું. ઝેરૂસલામ ખાલી કરવાની પણ ચેતવણી આપી હતી. ઇઝરાયલી સેનાએ સ્વીકાર્યુ હતું કે આજે વહેલી સવારે ઇરાને બે મિસાઇલ છોડી હતી અને તેલઅવીવમાં પ્રચંડ વિસ્ફોટ સંભાળાયા હતા. દરમ્યાન ઇઝરાયલ દ્વારા પણ વળતો હુમલો કરવામાં આવ્યો હતો. તહેરાનમાં પ્રચંડ ધડાકા સંભળાયા હતા. ઇઝરાયલે નવા વિસ્તારો ક્ષેત્રોમાં હુમલા કરવાની ચેતવણી ઉચ્ચારી હતી.
બીજી તરફ એક બીજા દેશો પર મિસાઇલ મારા વચ્ચે ઇરાનમાં મૃત્યુ આંક 585 પર પહોંચ્યો છે. ઇરાનના પાટનગર તહેરાનમાં બજારો, દુકાનો બંધ છે અને હુમલાથી ભયભીત લોકોનું પલાયન વધુને વધુ ઝડપી બની રહ્યું છે. તહેરાન માત્ર ઇરાનનું જ નહીં પરંતુ સમગ્ર મધ્ય પૂર્વનું સૌથી મોટુ શહેર છે જયાંની વસ્તુ એક કરોડ છે. આખા ઇઝરાયલની જેટલી વસ્તી છે તેટલા લોકોનો વસવાટ માત્ર તહેરાનમાં છે.