નવું ધિરાણ લેનાર ગ્રાહકોમાં 41 ટકા ૠયક્ષ-ણ : મોબાઇલ એપ લોનથી મોંઘા પડી રહેલા મોજશોખ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપી ગતિએ વધતા ‘ક્રેડિટ કલ્ચર’ને કારણે ખાસ કરીને ઉંચા પગારધારી યુવા વર્ગના કર્મચારીઓ દેવાની જાળમાં ફસાતા જતા હોવાનો ચિંતાજનક ટ્રેન્ડ સામે આવ્યો છે. સરળતાથી મળતી બેંક લોન, ખાનગી બેંક ફાઇનાન્સ કંપનીઓ દ્વારા મોબાઇલ એપ મારફતે મળતી ત્વરિત લોન અને આધુનિક જીવનશૈલીની લાલચને કારણે 30 હજાર રૂપિયા મહિને પગાર ધરાવતા કર્મચારીને પણ 40 લાખ રૂપિયાની લોન સરળતાથી મળી રહી છે. પરંતુ માસિક આવકના પ્રમાણમાં કેટલા ગણી લોન લેવી તેનો યોગ્ય અંદાજ ન હોવાને કારણે હપ્તા ચૂકવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે અને ચેક બાઉન્સના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ધ ઇકોનોમિકસ ટાઇમ્સના એક અહેવાલ મુજબ 25 થી 35 વર્ષની વયના યુવાઓ દેવાની જાળમાં સૌથી વધુ ફસાઈ રહ્યા છે. 1997 થી 2012 વચ્ચે જન્મેલી પેઢી, જેને ‘જૂમર્સ’ તરીકે ઓળખવામાં આવે છે, તે લોન લેવાના મામલે
અગ્રેસર છે.
સીબીલના રિપોર્ટ અનુસાર નવા ક્રેડિટ મેળવનાર ગ્રાહકોમાં આ પેઢીનો હિસ્સો 41 ટકા સુધી પહોંચ્યો છે. જૂન 2025 સુધી એનબીએફસી-ફિનટેક ક્ષેત્રે 26 થી 35 વર્ષની વયજૂથના ગ્રાહકોનો હિસ્સો 65 ટકા નોંધાયો છે. મોબાઇલ એપ આધારિત લોનમાં ગેરંટીની જરૂરિયાત ઓછી હોવા અને પ્રોસેસિંગ ઝડપી હોવાથી યુવાનો આકર્ષાઈ રહ્યા છે. પરંતુ આ સહેલાઈ જ આગળ જતાં આર્થિક બોજમાં પરિવર્તિત થઈ રહી છે.
આધુનિક લાઇફ સ્ટાઇલ અને સહેલાઇથી મળતું ધિરાણ વિલન
પહેલાં સ્વાઇપ પછી ચૂકવણીનો ટ્રેન્ડ બની રહ્યો છે આર્થિક ખતરો
- Advertisement -
ગેજેટ્સથી વિદેશ પ્રવાસ સુધી લોન આધારિત જીવનશૈલી, યુવા વર્ગ સૌથી વધુ અસરગ્ર:ત
ક્રેડીટ કાર્ડનું બાકી બિલ 28.4 ટકા વધી રૂા.442 કરોડ
માઇક્રો સેક્ટર લોનનું એનપીએ 4.8 ટકા, 44 ટકા લોન ધારકો ડીફોલ્ટર
ચેક બાઉન્સના કેસમાં ગુજરાત બીજા ક્રમે : 4.8 લાખ કેસ અદાલતોમાં પેન્ડીંગ
હાલ દેશમાં ચેક બાઉન્સના કેસોની સંખ્યા 43 લાખ સુધી પહોંચી
હાલ દેશમાં ચેક બાઉન્સના કેસોની સંખ્યા આશરે 43 લાખ સુધી પહોંચી ગઈ છે. કાયદા મુજબ આવા ગુનાઓમાં બે વર્ષ સુધીની સજા થઈ શકે છે. ક્રેડિટ કાર્ડનું આઉટસ્ટેન્ડિંગ 28.4 ટકા વધીને રૂ. 6,742 કરોડ સુધી પહોંચી ગયું છે. દેશભરમાં 1,629 મોટા ડિફોલ્ટરો પાસે બેંકોના રૂ. 1.62 લાખ કરોડ રૂપિયા અટવાયા છે. બેંકોનું એનપીએ પ્રમાણ 3.7 ટકા છે, જ્યારે માઇક્રો લોન ક્ષેત્રે તે 4.8 ટકા નોંધાયું છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે 44 ટકા ક્રેડિટ કાર્ડ ધારકો ડિફોલ્ટ થઈ રહ્યા છે. રાજ્યવાર આંકડાઓ મુજબ મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે, જ્યાં 5.6 લાખ ચેક બાઉન્સના કેસ પેન્ડિંગ છે, જ્યારે ગુજરાત બીજા ક્રમે છે, જ્યાં 4.8 લાખ કેસ અદાલતોમાં ચાલી રહ્યા છે. સુપ્રિમ કોર્ટે તાજેતરમાં ચેક બાઉન્સ કેસોમાં ઝડપ લાવવા માટે વોટ્સએપ નોટિસ અને ઇન્સ્ટન્ટ પેમેન્ટ વ્યવસ્થા અમલમાં લાવવાની દિશામાં વિચારણા શરૂ કરી છે, જેથી ન્યાયિક પ્રક્રિયામાં
ગતિ આવે.
ક્રેડિટ કાર્ડનો સંયમિત ઉપયોગ કરવો જરૂરી : નિષ્ણાતોની સલાહ
આર્થિક નિષ્ણાતોનો મત છે કે માસિક આવકના પ્રમાણમાં યોગ્ય મર્યાદામાં લોન લેવી, ઇમરજન્સી ફંડ બનાવવું અને ક્રેડિટ કાર્ડનો સંયમિત ઉપયોગ કરવો જરૂરી છે. ‘સહેલાઈથી મળતી લોન’ અંતે આર્થિક સંકટમાં ફેરવાઈ શકે છે, તે સમજવાની જરૂર છે. દેશમાં વધતા ક્રેડિટ કલ્ચરને નિયંત્રિત કરવા વ્યક્તિગત આર્થિક શિસ્ત અને જવાબદાર લોન વ્યવહાર સમયની માંગ બની ગયો છે.
ફિલ્મી ઉદાહરણથી શીખવાની જરૂર
આર્થિક બેદરકારીના પરિણામરૂપ તાજેતરમાં બોલીવૂડ અભિનેતા છફષાફહ ઢફમફદને વધુ ધિરાણ લઈ ફિલ્મ નિર્માણ કર્યાના કારણે અને રીપેમેન્ટમાં નિષ્ફળતા બાદ જેલવાસનો સામનો કરવો પડ્યો હતો. ક્ષમતા કરતાં વધુ લોન લેવાની આ વૃત્તિ હવે સામાન્ય પગારદાર વર્ગમાં પણ જોવા મળી રહી છે. ગેજેટ્સની ખરીદી, વિકએન્ડ ટ્રાવેલ, વિદેશમાં તહેવારોની ઉજવણી અને લાઇફસ્ટાઇલ સુધારવાના દબાણને કારણે યુવાનો વધતી લોન લઈ રહ્યા છે. આર્થિક આયોજનના અભાવે દેવું બોજ બની રહ્યું છે.



