અગાઉ ભાજપ ધારાસભ્ય રાજાસિંહે પયગંબર મોહમ્મદ પર વિવાદિત નિવેદન આપ્યા બાદ તેમની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી
તેલંગાણામાં ધારાસભ્ય રાજાસિંહની ધરપકડ બાદ પણ હૈદરાબાદમાં તણાવની સ્થિતિ ઊભી થઈ છે. જેને લઈ હવે AIMIM અસદુદ્દીન ઔવેસીએ શાંતિની અપીલ કરી છે. આ સાથે શુક્રવારે જુમ્માની નમાઝ પોતાના વિસ્તારમાં જ કરવા અપીલ કરી છે. નોંધનિય છે કે, અગાઉ ભાજપ ધારાસભ્ય રાજાસિંહે પયગંબર મોહમ્મદ પર વિવાદિત નિવેદન આપ્યા બાદ તેની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી.
- Advertisement -
Telangana | Security at Charminar in Hyderabad to maintain law and order. pic.twitter.com/UpUxPWRZ1d
— ANI (@ANI) August 26, 2022
- Advertisement -
ધારાસભ્ય રાજાસિંહની ધરપકડ બાદ હૈદરાબાદમાં તણાવ
તેલંગાણાના વિવાદાસ્પદ ધારાસભ્ય રાજા સિંહની ધરપકડ બાદ હૈદરાબાદના જૂના શહેરમાં તણાવને જોતા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ દરેકને પોતપોતાના વિસ્તારની મસ્જિદોમાં શુક્રવારની નમાજ અદા કરવાની અપીલ કરી છે.
ઓવૈસીએ દરેકને શુક્રવારની નમાજ પછી મસ્જિદોમાંથી બહાર નીકળતી વખતે કોઈપણ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર ન કરવા જણાવ્યું હતું.
નોંધનિય છે કે, પૈગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી કરનાર ભાજપના સસ્પેન્ડેડ ધારાસભ્ય ટી રાજાની પોલીસે ગઈકાલે ઘરપકડ કરી છે. હૈદરાબાદમાં હાલના સમયે ટી રાજાના વિવાદિત નિવેદન બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ છે. ટી રાજાના વકીલ કરુણા સાગરે પણ પોલીસ કાર્યવાહીની પુષ્ટિ કરી હતી.
AIMIM chief Asaduddin Owaisi makes an appeal over the alleged remarks of arrested & suspended BJP leader T Raja Singh on Prophet Muhammad; says "our biggest demand – of getting him arrested – has been fulfilled under PD Act. I urge all to ensure peaceful Friday prayers tomorrow." pic.twitter.com/TQXrSUa191
— ANI (@ANI) August 25, 2022
આખરે ઘટના શરૂ ક્યાંથી થઈ ?
નોંધનીય છે કે રાજા સિંહ કોમેડિયન મુનવ્વર ફારુકિનો વિરોધ કરી રહ્યા હતા અને હૈદરાબાદમાં તંત્રની સુરક્ષા હેઠળ ફારુકિએ પોતાનો શૉ કર્યો. જે બાદ ગુસ્સે ભરાયેલા રાજા સિંહે વીડિયો શેર કર્યો અને ફારુકિ પર ટિપ્પણી દરમિયાન પ્રોફેટ પર પણ ટિપ્પણી કરી. જે બાદ વિરોધનો જુવાળ ઊભો થયો.