સુરત શહેરમાં વધી રહેલું કોરોના સંક્રમણ અટકાવવા માટે પાલિકાએ અનેક નિયંત્રણ લગાવ્યા છે અન્ય સંસ્થા સાથે જીમ બંધ કરાવવાનો નિર્ણય પણ પાલિકાએ કર્યો છે પાલિકાના આ નિર્ણય સામે આજે જીમ સંચાલકોએ મોરચો માંડયો હતો સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં જીમ બંધ કરી દેવાતા આજે જીમ નાં સંચાલકો પાલિકાની કચેરી ખાતે આવ્યાં હતાં જીમ બંધ થતાં અનેક લોકોની રોજગારીનો પ્રશ્ન ઉભો થયો છે લોકોની રોજગારી ફરી શરૂ કરવાની માંગણી જીમ સંચાલકોએ કરી હતી પાલિકા ખાતે મોરચો આવતા ટ્રાફિકજામ થઇ ગયો હતો જેમ બંધ કરવાના સુરત મહાનગરપાલિકાના નિર્ણય થી નારાજ જીમ સંચાલકો અને જીમ નાં કર્મચારીઓ આજે બપોરે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલસરાઈ સામે આશ્ચર્યજનક દેખાવો કર્યા હતાં કોરોના ના કારણે જીમ ઘણા મહિનાઓ બંધ રહ્યાં બાદ થોડા સમય પહેલાં જ બોલાવવામાં આવ્યાં હતાં પરંતુ શહેરમાં ફરી કોરોના નાં કેસો વઘતાં સુરત મહાનગરપાલિકા દ્વારા જીમ બંધ કરાવવાના આદેશ આપવામાં આવ્યાં હતાં આ અંગે જીમ સંચાલકોમાં નારાજગી દેખાઈ હતી.
રીપોટર
ક્રિશાંગ ગાંજાવાલા
સુરત


