સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસ માટે શ્રીલંકામાં એક ઘર ખરીદ્યું હતું સાથે જ જુહુમાં પણ બંગલો બુક કરાવ્યો હતો અને તેના પેરેન્ટ્સને પણ પહેલા ઘર ગિફ્ટ કર્યું હતું.
ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિસનું શું કનેક્શન હતું, આ બાબતને લઈને ઘણા સવાલો સામે આવી રહ્યા છે, જેનાં જવાબોની તપાસ થઈ રહી છે. આ દરમિયાન, ઇડીની એ ચાર્જશીટ પણ સામે આવી છે, જેમા જેક્લીનને પણ ગુનેગાર ગણાવાઈ છે. આ ચાર્જશીટમાં ચોંકાવનાર ખુલાસા સામે આવ્યા છે. ઇડીએ સ્પષ્ટતાથી કહ્યું છે કે જેક્લીનને ઠગ સુકેશનાં કાળા કારનામાઓ વિશે જાણ હતી છતાં પણ તે મોંઘી મોંઘી ગિફ્ટ્સ સ્વીકારતી રહી.
- Advertisement -
ઇડીની ચાર્જશીટમાં એમ પણ દાવો કરવામાં આવ્યો છે કે સુકેશે જેક્લીન માટે શ્રીલંકામાં ઘર પણ ખરીદ્યું હતું. આ ઉપરાંત, જુહુમાં બંગલો પણ બુક કરાવ્યો હતો. એટલું જ નહીં, બહરિનમાં તે જેક્લીનનાં પેરેન્ટ્સને એક ઘર ગિફ્ટ કરી ચૂક્યો હતો. ઇડીની ચાર્જશીટ અનુસાર, સુકેશે પોતાની સહયોગી પિંકી ઈરાનીને આ પ્રોપર્ટીની ખરીદી માટે જણાવ્યું હતું.
પિંકી ઈરાની એ મહિલા હતી, જેને એ કા આપવામાં આવ્યું હતું કે તે સુકેશ અને જેક્લીનની મિત્રતા કરાવે, જેનાં બદલામાં પિંકીને પણ કરોડો રૂપિયા આપવામાં આવ્યા હતા.
જેક્લીનનાં પેરેન્ટ્સને પણ ગિફ્ટ કર્યું હતું ઘર
ઇડીની ચાર્જશીટનાં હિસાબે સુકેશે પિંકીને કહ્યું હતું કે તે જુહુ બીચ પર જેક્લીન માટે ઘર ખરીદી રહ્યો છે, જેનાં ટોકન મની અપાઈ ગયા છે. એમ પણ જાણ થઈ કે તેણે જેક્લીનનાં પેરેન્ટ્સને પહેલા જ બહરિનમાં એક ઘર ગિફ્ટ કર્યું હતું અને શ્રીલંકામાં પણ એક ઘર ખરીદવાની વાતચીત ચાલી રહી છે.
- Advertisement -
હાલમાં ઇડી એ તપાસ કરી રહ્યું છે કે સુકેશે કોઈ પ્રોપર્ટી ખરીદી પણ હતી કે એમ જ જુઠ્ઠું બોલતો હતો. એ પણ તપાસ થઈ રહી છે કે જો તેણે આ પ્રોપર્ટી ખરીદી છે, તો શું તેમાં અપરાધની દુનિયાથી મળેલા પૈસા લગાવ્યા હતા.
જેકલીને પણ માની શ્રીલંકાવાળા ઘરની વાત
ઇડીની ચાર્જશીટ અનુસાર, જ્યારે જેક્લીનને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે માન્યું હતું કે સુકેશે જણાવ્યું હતું કે તેણે શ્રીલંકામાં એક ઘર ખરીદ્યું છે. પરંતુ એક્ટ્રેસે એ પ્રોપર્ટીને ક્યારેય જોઈ નથી. આ પ્રોપર્ટી શ્રીલંકાના Weligamaમાં હોવાનું જણાવાઈ રહ્યું છે. Weligama શ્રીલંકાનું ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. તે પોતાના સુંદર બીચને લીધે ફેમસ છે.
જેક્લીનનાં વકીલનાં દાવાને ઇડીએ નકાર્યો
આ કેસમાં જેક્લીન ફર્નાન્ડિસ પોતાના વકીલ તરફથી દાવો કરતી રહી કે તેને સુકેશ ચંદ્રશેખરની સાચી ઓળખાણ વિશે જાણ ન હતી. તે સુકેશને શેખરનાં નામથી ઓળખાતી હતી, જે એક ફેમસ પોલિટિકલ ફેમિલીથી છે. પરંતુ ઇડીનો આરોપ છે કે એક મહિનામાં જ જેક્લીનને સમાચારોનાં માધ્યમથી જાણકારી થઈ ગઈ હતી કે તે સુકેશ ચંદ્રશેખર છે અને છતાં પણ તે મોંઘી ગિફ્ટ્સ લેતી રહી.
જેક્લીન પર આરોપ છે કે સુકેશે તેને લગભગ 7 કરોડ રૂપિયાની જ્વેલરી ગિફ્ટ કરી હતી. આ સાથે જ એક્ટ્રેસ અને તેના પરિવારને સુકેશે ઘણી મોંઘી ગિફ્ટ્સ આપી હતી.