ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ વિજ્ઞાન કોલેજના આચાર્ય સ્મીતાબેન છગ અને ઇનોવેશન ક્લબના કો ઓડિનેટર પી. જે .જાડેજાના માર્ગદર્શન હેઠળ દ્વિતીય વર્ષ બી. એસ. સીના વિદ્યાર્થીઓ વાજા રવિ અને અપારનાથી સાગરએ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(ગુજકોસ્ટ)તેમજ કમિશ્નર ઉચ્ચ શિક્ષણની કચેરી દ્વારા સાયન્સ સિટી અમદાવાદ ખાતે તા.23 અને 24 સપ્ટેમ્બર 2022 ના ઇનોવેશન ક્લબના બેનર હેઠળ રાજ્યકક્ષાની સતત 36 કલાક ચાલેલી હેકાથોન કોડિંગ સ્પર્ધામાં એનિમેશન કેટેગરીમા દ્વિતીય અને તૃતીય સ્થાને વિજેતા બનીને સંસ્થા તેમજ ગીર સોમનાથ જિલ્લાનુ ગૌરવ વધાર્યું છે આ હેકાથોન કોડિંગ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યની 244 કોલેજે ભાગ લીધો હતો.