19 બાળકોને દાંત અને 21 બાળકોને આંખની તકલીફ જણાઇ
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ તાલુકાની સનરાઈઝ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ નાં ડો.ઈશ્ર્વર ડાકી, ડો.વિએના જીંજુવાડિયા તથા ફાર્માસિસ્ટ દિવ્યા મહેતા દ્વારા પ્રાથમિક શાળાના બાળકોની આરોગ્યા તપાસણી કરવામાં આવી હતી. જેમા ગંભીર રોગ જેવા કે હદયની જન્મજાત ખામી, ક્લેફટ લીપ પેલેટ જેવા રોગના બાળકોનું સ્ક્રીનીંગ કરી તેમને સઘન સારવાર આપવામાં આવેલ હતી.આ પ્રોગ્રામ અતર્ગત 1 હદયની તકલીફ,1 કલેફટ પેલેટ તથા 19 દાંતની તકલીફ તથા 21 બાળકોની આંખના નંબરની તપાસ અર્થે સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.